ગોધરા
ગોધરા તાલુકાના ટુવા ગામ પાસે આજે વહેલી સવારે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા એક દંપતીના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.જ્યારે સાત જેટલા શ્રમિકો ઘાયલ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બે લોકોની હાલત ગંભીર હોવાના કારણે તાત્કાલિક વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને લોકોના ટોળા એકત્ર થયા હતા.પોલીસ પણ બનાવ સ્થળે પહોચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ખંગેલા ગામના મજૂરો ગઈકાલે ભેગા મળીને એક ટ્રેક્ટર લઈને મજૂરી અર્થે અમદાવાદ ગામે જઈ રહ્યા હતા. ત્યારે ગોધરા તાલુકાના ટુવા ગામે સવારે 04:30 કલાકની આસપાસ બેફામ હંકારીને આવી રહેલા ટેન્કર ચાલકે ધડાકા ભેર સાથે ટ્રેક્ટર અથડાવી દેતા ટ્રેક્ટર રોડની બાજુમાં પટકાતા ટ્રેકટર માં બેઠેલા શ્રમિકો રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા.જેમાં એક દંપતીના ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે સાત જેટલા લોકોને ઘાયલ થતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બેની હાલત ગંભીર હોવાના કારણે તાત્કાલિક વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મરણજનાર સુરેખા બેન કરણભાઇ દેવધા અને કરણભાઈ જશુભાઈ દેવધા ને કાકણપુર હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. જ્યારે આ બનાવને લઈને કાકણપુર પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ઇજાગ્રસ્તો ના નામ….
(1) રોનકભાઈ રાજેશ મેદા
(2) રાધિકા બાબુભાઈ નેરડા
(3) પુજા જશુ મેદા
(4) અરુણ જસુ મેદા
(5) બાલકિશન મેદા
(6) જેતુ ગુંદિયા
(7) અજય મુકેશ મેદા
(8) પુનાભાઈ ભાભોર