ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર ખાતે આવેલી તાલુકા મામલતાદર કચેરી ખાતે અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. એટીવીટી સેન્ટર ખાતે કોમ્પ્યુટર ઓપરેટર જતા રહેતા જરુરી દાખલા લેવા માટે આવેલા અરજદારો રઝળી પડ્યા હતા. અરજદારો દ્વારા કાયમી ઓપરેટર મુકવાની માંગ કરવામા આવી હતી.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા આવેલા તાલુકા મામલતદાર કચેરી ખાતે એટીવીટી સેન્ટર આવેલુ છે. ત્યાથી જરુરીયાતના દાખલા કાઢવા માટે રોજ મોટી સંખ્યામા અરજદારો આવે છે. સરકારી યોજના ઓનો લાભ લેવા માટે જાતિના દાખલા તેમજ આવક સહિતના દાખલાઓની જરુર પડતી હોય છે. આ દાખલા કઢાવા માટે મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટર ખાતે તાલુકાઓમાંથી અરજદારો આવ્યા હતા,ત્યારે એટીવીટી સેન્ટરમા ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પોતાનો સમય પૂર્ણ થઈ ગયો હોવાનું જણાવી જતા રહેતા ભારે હોબાળો મચાવ્યો હતો. સવારથી પોતાનો કિમતી સમય બગાડીને આવેલા અરજદારોએ પણ ધક્કા ખાવાનો વારો આવતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અરજદારો દ્વારા મામલતદાર કચેરીને એટીવીટી સેન્ટરમાં પૂર્ણકાલીન કોમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવે તેવી અરજદારોની માંગ કરવામા આવી છે.