37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home આંતરરાષ્ટ્રીય ગુજરાતના કલાકારો કાંઇ કમ નથી, યુક્રેન પીડિતોની મદદ માટે અમેરિકામાં ગીતા રબારીનો...

ગુજરાતના કલાકારો કાંઇ કમ નથી, યુક્રેન પીડિતોની મદદ માટે અમેરિકામાં ગીતા રબારીનો લોક ડાયરો, ડોલરનો વરસાદ

0
435

કચ્છી કોયલ અને ગુજરાતના પ્રખ્યાત લોક ગાયિકા ગીતાબેન રબારીના લોક ડાયરામાં પૈસાનો એવો વરસાદ થયો કે, કોઇ કલ્પના પણ ન કરી શકે તે પણ ડોલરમાં. અમેરિકાના લોકોએ યુક્રેનમાં ફસાયેલા લોકોની મદદ માટે 2.28 કરોડ રૂપિયાનો ધડાધડ વરસાદ વરસાવી દીધો હતો.

પ્રખ્યાત ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારી ના અમેરિકામાં યોજાયેલા લોક ડાયરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં, તેમણે યુક્રેનની મદદ માટે અમેરિકામાં લોકડાયરાનો કાર્યક્રમ કર્યો, જેમાં તેમના પર લાખો ડોલરનો વરસાદ થયો હતો. જે રીતે ગુજરાતમાં અને દેશમાં ગુજરાતી લોકકલાકારોના ડાયરામાં રુપિયાની નોટનો વરસાદ થાય છે તેવું જ કંઈક અમેરિકામાં પણ બન્યું અને ડોલરનો જાણે વરસાદ થયો હોય તેમ સ્ટેજ પર જ્યાં જૂઓ ત્યાં ડોલરના ઢગલા જોવા મળતા હતા.

 

આપને જણાવી દઈએ કે, યુક્રેન પર ચાલી રહેલા રશિયન આક્રમણ વચ્ચે દુનિયાભરના લોકો યુક્રેનની મદદ માટે ફંડ એકત્ર કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતીએ અને તેમાંય ગુજરાતી કલાકારોએ ભારતનું ગૌરવ વધારીને લોક ડાયરા થકી કરોડો રૂપિયા એકત્રિત કરી દીધા છે, જેમાં ગુજરાતના જાણિતા લોકકલાકાર ગીતા રબારીએ અમેરિકામાં ડાયરો કર્યો ત્યારે મોટી સંખ્યામાં NRI (Non-resident Indians)એ તેમના પર ડોલરનો વરસાદ કર્યો હતો. આનાથી અંદાજે ત્રણ લાખ ડોલર એટલે કે રુપિયા 2.28 કરોડ એકત્ર થયા, જે યુક્રેનને દાનમાં આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!