32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત શ્રીક્ષત્રિય દરબાર સમાજ કેળવણી મંડળ દ્વારા મોરવા હડફ તાલુકામા 10 જેટલી...

શ્રીક્ષત્રિય દરબાર સમાજ કેળવણી મંડળ દ્વારા મોરવા હડફ તાલુકામા 10 જેટલી જાહેર જગ્યા પર ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

0
152

મોરવા હડફ

  પંચમહાલ  જીલ્લામાં  સુરજ જાણે આકાશ માથી અગન ગોળા ફેકી રહ્યો  હોય તેવી પરિસ્થીતિનો અહેસાસ થઈ રહ્યો છે.મોરવા  હડફ તાલુકામાં શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા  પાણીની પરબ શરૂ કરવામા આવી છે. તાલુકામા આવેલા 10 જેટલી જાહેર જગ્યાઓ પર ઠંડા પાણીના કુંજ મુકવામા  આવ્યા હતા. ક્ષત્રિય સમાજના સહયોગથી  શરુ થયેલી સામાજીક પહેલને  બિરદાવામા આવી રહી છે. 

      ગુજરાતભરમા પાછલા દિવસોથી ગરમીનો પારો વધી રહ્યો છે. ગરમીના કારણે  માણસ,પશુપક્ષી પણ પરેશાન છે. ઉનાળાની ગરમીમા પીવાના  પાણીની જરુરિયાત પણ વધતી જાય છે. શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા  માનવ મૂલ્યો ના  જતન એક ઉમદા પ્રયાસ શરુ કરવામા આવ્યો છે. જેમા ઉનાળાની કાળઝાળ ગરમીમા  પીવાના  પાણીની પરબ શરુ કરવામા આવી છે. પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામાં 10 જગ્યાઓ  પર પાણીના કુંજ મુકવાની પહેલા શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા કરવામા આવી છે. જેમા મોરવા હડફ ,છાવડ પાટીયા,મોરવા હડફ ચોકડી, અગરવાડા,ગાજીપુર  સહિતની જગ્યાઓ ખાતે  ઠંડા પાણીના કુંજ મુકીને  પરબો શરુ કરવામા આવી છે. જેથી રસ્તા પણ આવતા જતા લોકો ઉનાળાની ગરમીમાં પાણીથી પોતાની તરસ છીપાવી શકે. સમાજના અગ્રણીઓ દ્વારા  યથાયોગ્ય આર્થિક સહયોગ કરીને આ  પ્રથમવાર અનોખી પહેલ શરુ કરવામા આવી છે.આગામી સમયમાં 30થી વધુ જગ્યાઓ પર આવી પાણીની પરબો શરુ કરવામા માટેનુ આયોજન કરવામા આવશે તેમ અગ્રણીઓ દ્વારા જણાવામા આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!