37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મેઘરજ પોલીસે ઉંડવા બોર્ડર પર કારમાંથી ત્રણ તીક્ષ્ણ ધારિયા સાથે...

અરવલ્લી : મેઘરજ પોલીસે ઉંડવા બોર્ડર પર કારમાંથી ત્રણ તીક્ષ્ણ ધારિયા સાથે પાટણના શખ્સને દબોચ્યો

0
216

 

રાજસ્થાનમાંથી કારમાં ત્રણ ધારિયા સાથે નીકળેલ શખ્સ કોઇ ગંભીર ગુન્હા માટે નિકળ્યો હતો…!!

 

અરવલ્લીની મેઘરજ ઉન્ડવા બોર્ડર પર પોલીસ દ્વારા પર પ્રાતમાંથી આવતા તમામ નાના મોટા વાહનોની તેમજ નશીલા પ્રદાર્થો ગુજરાતમાં ધુસતા પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દઈ ચેકીંગ હાથધરવામાં આવ્યું છે.

મેઘરજ પોલીસે ઉન્ડવા ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન તરફથી એક કોફી કલરની કારની તલાસી લેતા ડેકીમાં જોતા લોંખડના હાથવાળા તથા લાકડાના હાથવાળા ધારીયા મળી આવતા મેઘરજ પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલ અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી હતી.

મેઘરજ પીએસઆઇ આર.બી.રાજપૂત અને તેમની ટીમ વાહન ચેકીંગ દરમ્યાન ઉન્ડવા બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતી કારની તલાસી લેતા કારમાં એક શખ્સ ભુદરજી પરાગજી ઠોકર રહે.મનવરપુર તા.શંખેશ્વર જી.પાટણ નાનો હોય જે કારના પાછળના ભાગે આવેલ ડેકીમાં જોતાં લોખડના હાથવાળા તથા લાકડાના હાથવાળા ધારીયા મળી કુલ ત્રણ તીક્ષ્ણ હથિયાર ધારીયા સાથે મળી આવતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!