અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના નારણપુર – નારસોલી ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભિલોડા તાલુકા બારેશી ઠાકોર સમાજ ઘ્વારા આયોજીત ૧૧મો સમુહ લગ્નોત્સવ દરમિયાન ૯ નવદંપતીઓએ પ્રભુતામાં કુંમ-કુંમ પગરણ માંડયા હતા.
અતિથિ વિશેષ પી.સી.બરંડા ઘારાસભ્ય, ભિલોડા-મેઘરજ, સમારંભ અધ્યક્ષ ઈન્દુબેન ભાવિનભાઈ તબિયાર સદસ્ય અરવલ્લી જીલ્લા પંચાયત, મુખ્ય મહેમાન ભવાનભાઈ ઠાકોર, કાંતિભાઈ પટેલ, કિર્તીભાઈ બારોટ, જીતભાઈ ત્રિવેદી, મગનલાલ (બકાભાઈ) ઠાકોર, સમારંભ ઉદ્ઘાટક મગનલાલ ઠાકોર, જયેશભાઈ ઠાકોર, લખાભાઈ તરાર સહિત ઠાકોર સમાજના સર્વે સામાજીક આગેવાન કાર્યકરોની ઉપસ્થિતિ દરમિયાન ૧૧માં સમુહ લગ્નોત્સવ દબદબાભેર રીતે આનંદ ઉત્સાહભેર સમુહ લગ્નોત્સવ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પુર્વક યોજાયા હતા.સમુહ લગ્ન કારોબારી સમિતિ, ભિલોડા તાલુકા બારેશી ઠાકોર સમાજના અગ્રણી રામસિંહ પરમાર, સાંકાજી ઠાકોર, દિનેશ રાઠોડ, કરણ ઠાકોર, રાજુજી ઠાકોર, જગદીશ ઠાકોર, ભરત ઠાકોર, રવિન્દ્ર ઠાકોર, કલ્પેશ ઠાકોર, શૈલેષ ઠાકોર, જયેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના સર્વે સામાજીક આગેવાનો હોદ્દેદારો, કાર્યકરોએ સમુહ લગ્નોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા તન-મન-ધનથી ભારે જહેમત ઉઠાવી હતી.દાનવીર દાતાઓએ દાનની સરવાણી વહેડાવી હતી.ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને, શિક્ષિત બને તેના પર વિશેષ ભાર મુંકયો હતો.આગામી ૧૨માં સમુહ લગ્નોત્સવની તા. ૧૬-૦૨-૨૦૨૫ દરમિયાન વઘુમાં વઘુ નવદંપતીઓ જોડાઈ તેવો આગ્રહ ઠાકોર સમાજના આગેવાનોએ કર્યો હતો.સમુહ લગ્નોત્સવના અનેકવિધ ફાયદાઓ છે.