અરવલ્લી જીલ્લાના હનુમાન મંદિરો અને રામ મંદિરમાં હનુમાન જ્યંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી
મંગળવારના દિવસે હનુમાન જંયતી હોવાને કારણે એક વિશેષ યોગ સર્જાયો હતો અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ઠેર ઠેર હનુમાનજી મંદિરે વહેલી સવારથીજ દર્શનનો લ્હાવો લેવા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં આવેલા હનુમાનજી મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા બંને જીલ્લામાં ઠેર ઠેર હનુમાન દાદાના દર્શનાર્થે મંદિરોમાં દાદાના દર્શન કરી ધન્ય બન્યા હતા.
ભારતમાં માત્ર બે જ સ્થળે આરામની મુદ્રામાં રહેલા હનુમાનજીની મૂર્તિના દર્શન થાય છે. એક અલ્હાબાદના ત્રિવેણી સંગમ ખાતે અને બીજા અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામમાં આવેલા મંદિરમાં સુતેલા ભીડ ભંજન હનુમાનજીના અલૌકિક દર્શન થાય છે સાકરીયા હનુમાન મંદિર અને સુતેલી મુદ્રામાં રહેલા હનુમાન દાદા પાંડવ કાળથી બિરાજમાન છે રાજ્યમાં એક માત્ર સુતેલા હનુમાનજીનું અતિપ્રાચીન ભીડભંજન મંદિરે હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
સાકરીયા હનુમાન મંદિર ના ગર્ભગૃહ અને મંદિર પરિસરને ફૂલ અને રોશનીથી શણગારાયા હતા જયારે હનુમાન જ્યંતી નિમિત્તે 31 કિલોની કેક કાપી ભગવાનને બદામ,કાજુ જેવા સૂકા મેવાનો ભોગ ધરાવાયો હતો સુતેલા હનુમાનદાદાની અલૌકિક મૂર્તિને સોના-ચાંદી અને હીરાજડિત આભૂષણો નો શણગાર સજ્યો હતો આ પ્રસંગે મારુતિ યજ્ઞ પણ કરાયો હતો જેમાં 80 પરિવારોએ યજ્ઞ પૂજામાં બેસી પુજાવિધિનો લાભ લીધો હતો ૨૫ હજાર થી વધુ શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શનાર્થે ઉમટ્યા હતા અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો હનુમાન મંદિરોમાં મહા આરતી અને લઘુરુદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું
ચૈત્રી પૂનમ હોવાથી મોડાસા તાલુકાના ઈટાડી ગામના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરે મોટીસંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા ૬ હજારથી વધુ દર્શનાર્થીઓએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો શામળાજીના વિષ્ણુ મંદિરે કાળીયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોની ભારેભીડ થી મંદિર અને મંદિર પરિસર ઉભરાયું હતું મોડાસાના શ્રી બાલકદાસજી મંદિરે લક્ષ્મી નારાયણ મહાપૂજા અને મહા આરતીનું આયોજન કરતા શહેરજનો એ પૂજા અર્ચનાનો લાભ લીધો હતો જીલ્લાનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું