30.3 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત સાબરકાંઠા :હિંમતનગરમાં શ્રીમાળી સોની મિત્ર મંડળ દ્વારા સંગઠન મજબૂત કરવા ક્રિકેટ ટુર્નામેંન્ટનો...

સાબરકાંઠા :હિંમતનગરમાં શ્રીમાળી સોની મિત્ર મંડળ દ્વારા સંગઠન મજબૂત કરવા ક્રિકેટ ટુર્નામેંન્ટનો પ્રારંભ કરાયો

0
150

જીલ્લાની 15થી વધુ ટિમો ભાગ લઈ રહી છે

હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળ ના પદાધિકારીઓએ કાર્યક્રમો થકી સમાજમાં  એકતા  રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.અને સમગ્ર જિલ્લામાંથી ઘટક મંડળો ભાગ લઈ રહ્યા છે.ઉદ્ઘાટન પ્રસંગે સોની મિત્ર મંડળના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.અને ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાયો હતો.

 હિંમતનગર મિત્ર મંડળ દ્વારા ખૂબ જ સુંદર કાર્ય અને આવા કાર્યો દ્વારા સમાજમાં પરિવારો વચ્ચે ને સંબંધો ની સ્થાપના થતી હોય છે અને વારંવાર આવા કાર્યક્રમો દ્વારા શ્રી હિંમતનગર મિત્ર મંડળ ની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમ આપી સમાજ માં ખૂબ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે વડીલોનું માર્ગદર્શન અને યુવાનોનો ઉત્સાહ ના સમન્વયથી સમગ્ર ટીમ ખૂબ ઉમદા કાર્ય કરી રહી છે.ત્યારે હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળના પ્રમુખ નિકુંજભાઈ સોની,મંત્રી મનોજભાઈ સોની,પરેશભાઈ સોની, કેયુરભાઈ સોની, રિતેશભાઈ સોની સહિત મિત્ર મંડળના પૂર્વ પ્રમુખ હરેશભાઇ સોની,ધર્મેન્દ્રભાઈ સોની,બાલકૃષ્ણ સોની,કનુભાઈ સોની, અતુલભાઈ સહિત મહિલા મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.આ ટુર્નામેન્ટમાં સમગ્ર જિલ્લાના તાલુકાઓના ઘટક મંડળો પણ ભાગ લઈ રહ્યા છે ચાર દિવસ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં સોની સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ટુર્નામેન્ટ માં સોની સમાજની મહિલાઓ દ્વારા વિવિધ ખાણી પીણી ના સ્ટોલ પણ કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!