જીલ્લા સેવાસદન નજીક બમ્પ નજીક મહિલા પોલીસકર્મીએ એક્ટિવા ધીમી પાડતા માતેલા સાંઢની માફક આવતા સ્કોર્પિયો ચાલકે પાછળથી ટક્કર મારતા પોલીસકર્મી ફંગોળાઈ જતા કરોડરજ્જુમાં ફેક્ચર
અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી વાહન ચાલકો બેફામ ગતિએ વાહન હંકારી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લઇ ગમખ્વાર અકસ્માત સર્જી રહ્યા છે અનેક નિર્દોષ લોકો બેફામ ડ્રાઇવિંગનો ભોગ બની મોતને ભેટી ચૂક્યા છે જીલ્લાના માર્ગો પર છેલ્લા સપ્તાહમાં અનેક નાના-મોટા અકસ્માતની હારમાળા સર્જાઇ છે મોડાસા શહેરની નેત્રમ શાખામાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીની એક્ટિવાને જીલ્લા સેવાસદન નજીક બમ્પ પાસે પાછળથી બેફામ ગતિએ આવતી સ્કોર્પિયો જીપે ધડાકાભેર ટક્કર મારતા મહિલા પોલીસ કર્મી હવામાં ફંગોળાઈ રોડની સાઈડમાં પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોચતા નજીક સર્કલ પર ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ દોડી પહોચી મહિલા પોલીસકર્મીને તાબડતોડ સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દીધા હતા અકસ્માત સર્જી સ્કોર્પિયો ચાલક ફરાર થઈ ગયો હતો
અરવલ્લી જીલ્લા પોલીસ ભવનમાં આવેલ નેત્રમ શાખામાં ફરજ બજાવતા અને રમાણા ગામના કૈલાશબેન પોપટભાઈ ભરવાડ ગુરુવારે સવારના સુમારે એક્ટિવા લઇ ફરજ બજાવવા નીકળ્યાં હતા ત્યારે જીલ્લા સેવાસદન નજીક આવેલ બમ્પ પાસે એક્ટિવાની ધીમું પાડતા પાછળથી આવતી સફેદ સ્કોર્પિયો જીપના ચાલકે બેફામ ગતિએ પૂરઝડપે સ્કોર્પિયો હંકારી લાવી એક્ટિવાને પાછળથી ધડાકાભેર ટક્કર મારતા એક્ટિવા સાથે ફંગોળાઈ રોડ સાઈડ પડતાં શરીરે ગંભીર ઇજાગ્રસ્ત થતાં નજીકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન દોડી પહોચી મહિલા પોલીસકર્મીને સારવારે અર્થે દવાખાને ખસેડી દીધા હતા અકસ્માત સર્જી સ્કોર્પિયો ચાલક સ્કોર્પિયો સાથે પાછી વાળી પરત દેવરાજ રોડ પર હંકારી ફરાર થઈ ગયો હતો
મોડાસા ટાઉન પોલીસે કૈલાશબેન પોપટભાઈ ભરવાડની ફરિયાદના આધારે સ્કોર્પિયો જીપ (ગાડી.નં.GJ.20.AQ.4133)ના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધવતા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી અકસ્માત સર્જી ફરાર સ્કોર્પિયો જીપના ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા