29.2 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : રૂપલલનાઓના દેહના સોદાગાર મોડાસા મિલન ગેસ્ટ હાઉસના ભંવરસિંહ રાવને પાસા...

અરવલ્લી : રૂપલલનાઓના દેહના સોદાગાર મોડાસા મિલન ગેસ્ટ હાઉસના ભંવરસિંહ રાવને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો

0
205

મોડાસા શહેરમાં અનૈતિક પ્રવૃતિઓ ચલાવતા અસામાજીક તત્ત્વોમાં ફફડાટ       

 મોડસા શહેર સહિત અરવલ્લી જીલ્લાના અનેક ગેસ્ટહાઉસમાં છાનેછૂપને દેહવેપારનો ધંધો ચાલતો હોવાની ચર્ચા             

મિલન ગેસ્ટ હાઉસના સંચાલક ભંવરસિંહ રાવને પાસા થતા શહેરીજનો પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી                        

 

 

 

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે જીલ્લામાં અનૈતિક પ્રવૃતિઓ ચલાવતા સામાજીક તત્ત્વો સામે લાલ આંખ કરી પાસા હેઠળ જીલ્લા બહાર જેલમાં ધકેલી આપવા માર્ગદર્શન આપતા મોડાસા ટાઉન પોલીસે દેવરાજધામ નજીક દેહવેપાર માટે કુખ્યાત મિલન ગેસ્ટહાઉસના સંચાલક ને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો                       

 

અરવલ્લી જીલ્લા ASP સંજય કેશવાલા અને ટાઉન PI ડી.કે.ગોહિલ અને તેમની ટીમે થોડા દિવસ અગાઉ દેવરાજધામ નજીક મિલન ગેસ્ટહાઉસમાં સયુક્ત રેડ કરી દેહવેપારનો પર્દાફાશ કરી સંચાલક ભંવરસિંહ અનારસિંહ રાવ તેના સ્ટાફ સહિત બે ગ્રાહકોને રંગે હાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા જીલ્લા SP શૈફાલી બારવાલના આદેશ અનુસાર મોડાસા ટાઉન પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ગેરકાયદેસર દેહવેપારમાં કુખ્યાત બનેલ ભંવરસિંહ અનારસિંહ રાવ સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી.ત્યારે મેજિસ્ટ્રેટ પ્રશસ્તી પારીકે અનૈતિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ભંવરસિંહ રાવના ગુનાહીત ઇતિહાસ ધ્યાને લઇ તેની પાસા મંજૂર કરતા ટાઉન પોલીસે ભંવરસિંહ રાવને સુરત મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો મોડાસા ટાઉન પોલીસ સહિત અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો અને અસામાજીક તત્ત્વોને ઝડપી પાડી પાસા હેઠળ કાર્યવાહી કરતા ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!