29.2 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : જીલ્લામાં ઓનલાઈન ફ્રોડના ભોગ બનેલ લોકોના 49.95 લાખ પરત અપાવતી...

અરવલ્લી : જીલ્લામાં ઓનલાઈન ફ્રોડના ભોગ બનેલ લોકોના 49.95 લાખ પરત અપાવતી સાયબર ક્રાઇમ પોલીસ

0
107

 

મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં શિક્ષિત લોકો વધુ સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે  

સાયબર ક્રાઇમ ટીમ સહિત અરવલ્લી જીલ્લા પોલીસ જનજાગૃતિ કાર્યક્રમો સતત કરી રહી છે 

      ડિજિટલ યુગમાં વધી રહેલી ટેકનોલોજીની સાથે ઓનલાઇન ફ્રોડ કરતી ભેજાબોજની ટોળકીઓ પણ સક્રીય બની છે. ઓનલાઇન ફ્રોડનો સૌથી વધુ ભોગ મહિલાઓ, વૃદ્ધો, બેંકિંગ પ્રક્રિયાથી અજાણ તેમજ સોશ્યલ મીડિયાનું પુરતુ જ્ઞાન ન ધરાવતા લોકો ભેજાબાજ ટોળકીના સોફટ ટાર્ગેટ બને છે. મોબાઇલ પર સંપર્ક કરી ઓ.ટી.પી નંબર મેળવી, બેન્ક ખાતાની વિગતો તેમજ એ.ટી.એમ પીન મેળવી તેમજ અવનવી ટેકનિક અપનાવી રૂપિયા પડાવી લીધા હોવાની છેલ્લા 2 વર્ષમાં 205 ફરિયાદ અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસને મળી હતી સાયબર ક્રાઇમ ટીમે 49.95 લાખથી વધુ રૂપિયા સાયબર ક્રાઇમનો ભોગ બનેલ લોકોને પરત અપાવ્યા હતા 

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા લોકોને રૂપિયા પરત અપાવવા કાર્યવાહી હાથધરવામાં આવી છે છેલ્લા બે વર્ષમાં 205  અરજદારોએ ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી જેમાં કરોડો રૂપિયા સાયબર ગઠિયાઓએ ઓનલાઈન સેરવી લઇ છેતરપિંડી કરી હતી સાયબર ક્રાઈમ ટીમે ઓનલાઈન સાયબાર ગઠિયાઓનું એકાઉન્ટ ફ્રિજ કરી બેંકમાં હોલ્ડ થયેલ રકમ પરત અપાવવા સાયબર ક્રાઇમનો ભોગ બનેલ લોકોને માર્ગદર્શન આપી 49.95 લાખથી વધુ રૂપિયા પરત અપાવવામાં સફળ રહેતા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલ લોકોએ હાશકારો અનુભવ્યો હતો 

     અરવલ્લી સાયબર ક્રાઇમ સેલના PI એ.આઈ.ચાવડાના જણાવ્યા અનુસાર ઠગબાજો કંપનીના ઇ-મેઇલ હેક કરી, ફોન ઉપર બેન્ક અધિકારીની ખોટી ઓળખ આપી, એટીએમ કાર્ડ ફ્રોડ, ક્રેટીડ કાર્ડ, લોટરી કાર્ડ, નોકરી ફ્રોડ, શોપીંગ ફ્રોડ, ઇલેક્ટ્રિક લાઈટબિલ ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, અને ઓએલએક્સ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોવાથી લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!