26 C
Ahmedabad
Monday, May 13, 2024

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 16.43 લખાનો વિદેશી દારૂ ઝડપ્યો,મેડિકલ સામાનની આડમાં હરિયાણાથી જૂનાગઢની ખેપ


SP શૈફાલી બારવાલ પ્રોહિબિશનની સખ્ત અમલવારીથી બુટલેગરોમાં ફફડાટ,બુટલેગરો દારૂની લાઇન ચાલુ કરાવવા હવાતિયાં મારતા હોવાની ચર્ચા

Advertisement

દસ હજાર રૂપિયાની લાલચમાં ટ્રક ડ્રાઈવર દારૂ ભરેલી ટ્રકની ખેપ મારવા નીકળ્યો હતો

Advertisement

જૂનાગઢમાં દારૂ ભરેલ ટ્રક કોને આપવાનો હતો તે વાતથી ડ્રાઇવર અજાણ,ટેલિફોનિક સૂચના મળે ત્યાં ટ્રક આપવાનો હતો

Advertisement

લોકસભાની ચૂંટણીમાં બુટલેગરની દારુની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફરી વળ્યું  

Advertisement

 

Advertisement

ચૂંટણીનો પર્યાય દારૂની રેલમછેલ બની ગયો છે
ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી હવે ફક્ત કાગળ પર જોવા મળે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી લોકસભા,વિધાન સભાની ચૂંટણી જાહેર થતા જ મતદારોને રીઝવવા દારૂની મહેફિલ જામતી હોય છે મતદારો પણ ચૂંટણી સમયે લાલ પાણીની ડિમાન્ડ કરતા હોવાથી ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂ બુટલેગરો દ્વારા ઠાલવવામાં આવે છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે મેડિકલ માલસામાનની આડમાં ટ્રક માં સંતાડેલ 16.43 લાખથી વધુના વિદેશી દારૂ સાથે ટ્રક ડ્રાઇવરને દબોચી લીધો હતો હરિયાણાના બૂટલેગરે ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો અને જૂનાગઢ ડિલેવરી આપે તે પહેલા શામળાજી પોલીસે દારૂની ખેપ નિષ્ફળ બનાવી હતી

Advertisement

 

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણી અંતર્ગત જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર ચેકપોસ્ટ ઉભી કરી નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથધરવામાં આવ્યું છે શામળાજી PSI સંજય દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોની તલાસી લેતા હરિયાણાથી રાજસ્થાન પાસીંગની ટ્રક માં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા શામળાજી પોલીસ સતર્ક બની બાતમી આધારિત ટ્રકને નાકાબંધી કરી અટકાવી તલાસી લેતા ટ્રકમાં મેડિકલ માલસામાનના બોક્સ મળી આવ્યા હતા બાતમી સચોટ હોવાથી ઝીણવટ ભરી તપાસ કરતા બોક્સની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 295 પેટીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-4176 કિં.રૂ.1643040/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક કુલદીપસિંહ લીલાધર ચમાર (રહે,કાગદાના,સિરસા-હરિયાણા)ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટ્રક,મોબાઈલ, મેડિકલ માલસામાન બોક્સ મળી કુલ.રૂ.26.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર ઘિસારામ ઉર્ફે કરણસિંહ જાટ (રહે,ફતેહાબાદ-હરિયાણા) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!