28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines પંચમહાલ : ગોધરામાં અમિત શાહની કોંગ્રેસ પર સર્જિકલ સ્ટ્રાઈક કોંગ્રેસ જુઠાણા...

પંચમહાલ : ગોધરામાં અમિત શાહની કોંગ્રેસ પર સર્જિકલ સ્ટ્રાઈક કોંગ્રેસ જુઠાણા ફેલાવામાં એક્સપર્ટ,વિકસિત ભારત માટે મોદી જરૂરી

0
121

 

ગોધરા 

             પંચમહાલ જીલ્લાના ગોધરા લુણાવાડ઼ા રોડ ખાતે આયોજીત વિજય સંકલ્પ યાત્રામા આજે દેશના ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી.ભરુચની સભા પતાવીને તેઓ સીધી રીતે  ગોધરા ખાતે હેલિકોપ્ટર દ્વારા આવી પહોચ્યા હતા.મંચ પર આવતા બિરાજમાન  સૌકોઈએ તેમનું સ્વાગત કર્યુ હતુ. તેમના ભાષણમાં મોદી સરકારમા કરવામા આવેલી ઉપલબ્ધિ તેમજ આગામી 3 ટર્મમાં વિકસીત ભારતનો પાયો નાખવાની વાત  કરી હતી.  

ગોધરામા અમિતશાહના ભાષણના અંશો- 

હુ ઘણા સમય પછી ગોધરા આવ્યો છુ,  ગોધરાકાંડમા અવસાન પામેલા હુતાત્માઓને યાદ કર્યા હતા અને તેમને શ્રધ્ધાજંલી આપી હતી. તેમને વધુમા જણાવ્યુ હતુ કે   અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું હતું પણ આ કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને ભટકાવતી રહી હતી. અમે જાહેર કર્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર ત્યાં જ બનશે અને અમે બનાવી દીધું.

 

જ્યારે અમે કહેતા હતા 370 ની કલમ હટાવીશું.  ત્યારે અમારી મજાક ઉડાવતા હતા370 નું બિલ લઈને ઉભો થયો ત્યારે રાહુલ બાબા ઉભા થયા 370 ની કલમના  કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. પાંચ વર્ષ થઈ ગયા.

 

– 370ની કલમને હટાવી જોઈતી હતી. પણ 70 વર્ષથી કોંગ્રેસ કલમને દત્તકપુત્રની જેમ રાખતી હતી

– કોગ્રેસની સરકારોના વખતમાં ત્રાસવાદીઓ ઘુસી જતા હતા. સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને ત્રાસવાદીઓનો સફાયો કર્યો છે. 

– કોંગ્રેસ જુઠાણા ફેલાવા માટે એક્સપર્ટ છે. યુસીસીનો કોઈ કાયદો આદિવાસીઓના કાયદાને અસર નહી કરે.એસટી,એસસી,ઓબીસીની અનામત હટાવાની કોઈની તાકાત નથી. અમે અનામત હટાવાની વાત નથી કરી 

– પંચમહાલમા વિકાસના કામો થયા છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતગર્ત દિલ્લી મુબંઈ હાઈવે આ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. પાવાગઢ મહાકાલી માતા મંદિરના શિખરનુ પુનઃ નિર્માણ કરી ધજા ચઢાવી,ગોધરામા મેડીકલ કોલેજ, નલ સે જલ યોજના, શૌચાલય, આરોગ્ય સુવિધાઓ આપી છે. દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની  પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે. 

 

– ત્રીજી ટર્મમા વિકસીત ભારતનો પાયો નાખવાનુ કામ મોદી સાહેબ કરશે.2047માં નં-1 દેશ બને તેવા દેશની રચના કરવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!