ક્ષત્રિયોએ ભાજપ જબ જબ ડરતી હૈ તબ તબ પોલીસ કો આગે કરતી હૈ ના નારા લગાવ્યા
મોડાસા BAPS સભાખંડ યોજાયેલ બૂથ પ્રમુખ સંમેલન સ્થળ નજીક પણ ક્ષત્રિયોને ફરકવા દીધા નહીં
સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત,પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ક્ષત્રિયોના વિરોધનો સામે સામનો કરવો પડ્યો નહીં
એક બાજુ લોકસભાની ચૂંટણીનો માહોલ તો બીજી તરફ રૂપાલાના વાણીવિલાસને લઇ વિરોધ થઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસે જ બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ યથાવત રહેતા ભાજપ મોવડી મંડળ માટે રૂપાલા વિવાદ ગળામાં નું હાડકું બની રહ્યો છે સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યક્રમનો ક્ષત્રિયો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં ક્ષત્રિયોમાં રૂપાલાના નિવેદન પછી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના સ્વામીનાયારણ મંદિર સભાખંડમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો બૂથ સંમેલન યોજાતાં રાજપુત સમાજના અગ્રણીઓ ભગવા ધ્વજ સાથે કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા ટાઉન પોલીસે માલપુર રોડ પરથી અટકાયત કરી લેતા ભાજપના અગ્રણીઓએ હાશકારો અનુભવ્યો હતો
મોડાસા શહેરના સ્વામીનાયારણ મંદિરના સભાખંડમાં રવિવારે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યક્રમનો વિરોધ કરવાની વ્યૂહરચના સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને યુવાનો ભગવા ધ્વજ સાથે માલપુર રોડ પર એકઠા થઈ કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા સતત ક્ષત્રિય અગ્રણીઓ પર નજર રાખીને બેઠેલી મોડાસા ટાઉન પોલીસ તાબડતોડ માલપુર રોડ પર પંહોચી રાજપુત અગ્રણીઓની અટકાયત કરી લેતા ક્ષત્રિયોમાં ભારે આક્રોશ સાથે પોલીસની દમનગીરી સામે વિરોધ નોંધવ્યો હતો હાય રે રૂપાલા હાય હાય અને જય ભવાનીના નારાઓ થી માલપુર રોડ ગુંજી ઊઠ્યો હતો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો કાર્યક્રમ ક્ષત્રિય વિરોધ વગર સંપન્ન થતાં ભાજપ અગ્રણીઓ અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો