37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં 6તાલુકા અને બે શહેરના મળી કુલ...

અરવલ્લી : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં 6તાલુકા અને બે શહેરના મળી કુલ ૧૦૬૧ બૂથોના બૂથ પ્રમુખોનું સમેલન યોજાયું

0
135

ભાજપ પ્રદેશ પ્રમુખે ચૂંટાયેલ જનપ્રતિનિધિઓને તમારી જીત ભાજપના કાર્યકરોને આભારી હોવાનું જણાવ્યું હતું કાર્યક્રતાઓનું ધ્યાન રાખવા ચૂંટાયેલ પ્રતિનિધિઓને ટકોર કરી હતી.              

 

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ભાજપે પણ જોર શોરથી ચૂંટણી પ્રચાર કરવાનો શરુ કરી દીધો છે. અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના સ્વામિનાયરણ મંદિર સભાખંડમાં નવસારી લોકસભાના ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અરવલ્લી જીલ્લા બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું. બૂથ પ્રમુખને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું  જેમાં સાબરકાંઠા લોકસભા બેઠક પાંચ લાખની સરસાઈથી જીતવાનો સંકલ્પ તમામ બુથ પ્રમુખો અને સંગઠન તેમજ ચૂંટાયેલી પાંખ દ્વારા  કરવામાં આવ્યો  હતો

                  પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલે કાર્યક્રમમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના હોય ત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ વઘારે છે. 2022ની વિઘાનસભામા કાર્યકર્તાઓની મહેનતને કારણે ભવ્ય જીત મળી છે પરંતુ લોકસભાની આ ચૂંટણીમા કોઇ કચાસ બાકી ન રહે તેની તકેદારી સૌ કાર્યકર્તાઓએ રાખવાની છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પર ચાબખા માર્યા હતા આ સમલેનમાં સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના ભાજપના ધારાસભ્યો અને બંને જિલ્લાના સંગઠન પ્રમુખો આજે સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ એકી અવાજે ભાજપના ઉમેદવાર શોભનાબેનને વિજેતા બનાવવા ખેભેખભા મિલાવી કામ કરવા દ્રઢ સંકલ્પ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!