કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા દુષ્યંતસિંહ ચૌહાણ 2017ની વિધાનસભા ચુંટણીમાં જેઠાભાઈ આહીરની સામે હાર્યા હતા
ગોધરા પંચમહાલ લોકસભાની ચુટણીના આડે હવે 10 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે. ચુટણી ટાણે પક્ષપલટાની મોસમ પણ ખીલી ઉઠે છે.તેમા કોઈ બેમત નથી.ભાજપ સત્તામાં રાજ્યમા હોય કે પછી કેન્દ્રમાં કોંગ્રેસ છોડીને ભાજપમા જનારા નેતાઓ,હોદ્દેદારો કે પછી કાર્યકરોનો તોટો નથી.
પંચમહાલ લોકસભાની ચુટણી પહેલા આવુ જ કઈ જોવા મળ્યુ. કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણ જે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગોધરા ખાતે જીલ્લા ચુટણી અધિકારીની કચેરીએ આવ્યા હતા. તે સમયે તો કોંગ્રેસનેતા દુષ્યંતસિંહ તેમની સાથે જ હતા. ડમી ઉમેદવાર તરીકે તેમને ફોર્મ પણ ભર્યુ હતુ. પણ અચાનક દુષ્યંતસિંહ ચૌહાણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યાના ફોટા સોશિયલ મિડીયામા વાયરલ થયા તે કોંગ્રેસમા સોપો પડી ગયો હતો. બીજા દિવસે તો શહેરા અને કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમા જોડાઈ ગયા. એટલુ જ નહી દુષ્યંતસિંહ ચૌહાણને 2017ની વિધાનસભાની ચુટણીમાં પરાજય આપનારા ભાજપાના વરિષ્ઠ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે કેસરીયો ખેસ પહેરાવ્યો હતો. આમ એક સમયે વિધાનસભાની ચુટણીમાં એકબીજાના હરીફ રહેલા ઉમેદવારો એક મંચ જોવા મળ્યા હતા.એટલે જે કહેવત સાચી જ પડી છે કે રાજનીતમાં કોઈ કાયમી મિત્ર કે કાયમી શત્રુ નથી. એકબાજુ શહેરા કોગ્રેસમા મોટુ ગાબડુ પડ્યુ છે. શહેરા વિધાનસભા વિસ્તારના હોદ્દેદારો ભાજપમા જોડાઈ ગયા છે. જેના કારણે ભાજપને એક નવુ બળ મળ્યુ છે.ત્યારે પંચમહાલમાં પણ કોગ્રેસે પોતાના નેતાને ભાજપમા જતા કઈ રીતે રોકવા તેના પર મનોમંથન કરવાની જરુર છે.