31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : મોડાસાથી અપહરણ થયેલ બાળક ડુંગરપુરથી મળી આવ્યું, અપહરણ કરનાર આરોપી પોલીસના હાથવેંતમાં


મોડાસા ચાર રસ્તા ટાઉન હોલ નજીકથી ચાર વર્ષીય બાળકનું અપહરણ કરનાર આરોપીને પોલીસ પીછો કરતી હોવાની ગંધ આવતા ડુંગરપુર બસ સ્ટેન્ડ મૂકી ફરાર થઈ ગયો  

મોડાસા ટાઉન પોલીસ અને LCB પોલીસની સફળ કામગીરી,આરોપીને ઝડપી લીધો              

અપહરણના 24 કલાકમાં અપહત્ય બાળક હેમખેમ મળી આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ,પોલીસની કામગીરીની સરાહના           

 

મોડાસા શહેરના લઘુમતી વિસ્તારમાં રહેતી વિધવા મહિલા તેના ચાર વર્ષીય પુત્ર સાથે સીવણ ક્લાસનું ફોર્મ ભરવા નીકળી હતી ચાર રસ્તા નજીક બાળક તેની માતાથી વિખૂટું પડી જતા ભારે દોડધામ મચી હતી એક યુવક બાળકને લઈને મોડાસા હંગામી બસ સ્ટેન્ડ તરફ જતો હોવાનો સીસીટીવી કેમેરામાં કેદ થતાં મહિલાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુન્હો નોંધવતા પોલીસે  જુદી-જુદી ટીમ બનાવી સીસીટીવી કેમેરાની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરતા અપહરણકર્તાને પોલીસ પીછો કરતી હોવાની ગંધ આવતા અપહત્ય બાળકને ડુંગરપુર બસ સ્ટેન્ડમાં મૂકી ફરાર થઈ જતા સ્થાનિક લોકોએ બાળકને રડતું જોઈ સામાજિક સંસ્થાઅને પોલીસને સોંપી દીધું હતું અપહત્ય બાળક મળી આવતા પોલીસે બાળકનો કબ્જો તેની માતાને સોંપવા તજવીજ હાથધરી હતી અપહરણ કરનાર આરોપીને એલસીબી પોલીસે દબોચી લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી       

 

 

મોડાસા શહેરની લઘુમતી વિસ્તારની સોસાયટીમાં રહેતી અફસાનાબાનું જાવેદખાન પઠાણ નામની વિધવા મહિલા તેના ચાર વર્ષના બાળક સાથે સીવણ ક્લાસનું ફોર્મ ભરવા મોડાસા ચાર રસ્તા ટાઉનહોલ નજીક આવી હતી અગમ્ય કારણોસર તેની સાથે રહેલ બાળક છુટું પડી જતા આજુબાજુ શોધખોળ હાથધર્યા બાદ નહીં મળતાં મહિલા બેબાકળી બની મોડાસા ટાઉંન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસે તાબડતોડ બાળકને શોધવા માટે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ચેક કરવાની સાથે જુદી જુદી ટીમ બનાવી અપહરણ કરનાર આરોપીનો પીછો કરતા આરોપીને ગંધ આવી જતા ડુંગરપુર બસ સ્ટેન્ડ નજીક બિનવારસી મૂકી ફરાર થઈ જતા સ્થાનિક લોકોએ સામાજિક સંસ્થા અને રાજસ્થાન પોલીસને બાળક સુપ્રત કર્યું હતું મોડાસા ટાઉન અને એલસીબી પોલીસ તબડતોડ ડુંગરપુર પહોંચી બાળકને પરિવારજનોને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી અપહત્ય બાળક હેમખેમ મળી આવતાં પરિવારજનો અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો અપહરણ કરનાર આરોપીને પોલીસે અટક કરી લઇ સઘન પૂછપરછ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!