32 C
Ahmedabad
Thursday, May 16, 2024

અરવલ્લી : જ્ઞાનસહાયકનો પગાર છેલ્લા બે મહિનાથી લટક્યો, સ્થિતિ કફોડી બની તંત્રની બેદકારી કે પછી ડીઝીટલ યુગની..!!


 

Advertisement

શૈક્ષણિક સ્તરને ઊંચું લાવવા માટે અવનવા કિમીયા લાવવામાં આવે છે અને એ બાબતે ક્યાંક સફરતાં મળે પણ છે ખાસ કરીને આજનો યુગ બેકારીનો યુગ ઘણી શકાય કેમ કે હજુ પણ કેટલાય લોકો નોકરીની રાહ જોઈ રહ્યા છે. બેરોજગાર યુવક યુવતીઓને નોકરી મળી રહે તે માટે સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી અને પ્રવાસી શિક્ષકો હતા તેમને છૂટા કરી તેમની જગ્યાએ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી જેમાં જ્ઞાનસાહકોની ભરતીની અંદર પણ ઘણો વિરોધ જોવા મળ્યો હતો અને અંતે આ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી અને સરકાર દ્વારા ચોક્કસ પરિપત્ર મુજબ પગાર ધોરણપણ નક્કી કરવામાં આવ્યું પરંતુ હાલ આજે જ્ઞાન સહાયકો છે એ જ્ઞાનસાહકોની હાલત કફોડી બની છે.કારણ કે આજે એવા પણ જ્ઞાનસહાયકો છે કે જે છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે

Advertisement

અરવલ્લી જિલ્લામાં માધ્યમિક વિભાગ અને ઉચ્ચ માધ્યમિક વિભાગ માં જ્ઞાન સહાયક ની ભરતી કરવામાં આવી છે પરંતુ જેમાં શરૂઆત માં પગાર અનિયમિતતા જોવા મળી હતી પરંતુ હાલ છેલ્લા બે મહિનાનો પગાર થયો નથી જેમાં ફેબ્રુઆરી અને માર્ચ અને હવે એપ્રિલ પણ પૂર્ણ થવા આવ્યો છતાં માધ્યમિક વિભાગના જ્ઞાનસહાયકનો પગાર થયો નથી ખાસ કરીને જ્ઞાનસહાયકમાં માધ્યમિક વિભાગમાં મહિનાનો 24 હજાર પગાર નક્કી કરવામાં આવ્યો છે અને હવે 4/05/2024 ના રોજ જ્ઞાનસહાયકની મુદત પણ પૂર્ણ થવાના આરે છે. અરવલ્લી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં પ્રાપ્ત માહિતી અનુસાર 23 જેટલા જ્ઞાનસહાયક નો પગાર હાલ બાકી છે તેવી માહિતી સામે આવી હતી ત્યારે કહી શકાય કે જ્ઞાનસહાયક નો પગાર ન થતા કફોડી હાલત થઇ છે આ બાબતે અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી ને ટેલિફોનિક વાતચિત કરતા જણાવ્યું હતું કે બેન્ક ઈશ્યુ ને કારણે નથી થયાં અને રિટર્ન આવે છે બીજું એ પણ જણાવ્યું હતું કે એકાઉન્ટ ના પ્રોબલેમ ના કારણે ઇસ્યુ આવે છે વધુમાં કહ્યું હતું કે ખાસ SSA થકી કામગીરી થતી હોય છે પછી અહીં આવે અને ચેક પર સાઈન થતી હોય છે પછી SSA દ્વારા મોકલી આપવામાં આવે છે તો પણ આ પગાર બાબતે  એની તપાસ કરી ઝડપથી પગાર થાય તે માટે પ્રયત્ન કરીશું એમ જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!