28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ : કાલોલ ખાતે પોલીસ અને જીઆરડી જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

પંચમહાલ : કાલોલ ખાતે પોલીસ અને જીઆરડી જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

0
138

 

 કાલોલ 

ગુજરાતમાં આગામી સાતમી મે ના દિવસે લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર અધિકારી કર્મચારીઓ માટે અગાઉથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે જે અનુસંધાન કાલોલ શહેર સહિત તાલુકામાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર જીઆરડી, એચઆરડી જવાનો,પોલીસ પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો  કાલોલ શહેર સ્થિત એમજીએસ હાઇસ્કૂલ અને એમએમ ગાંઘી કોલેજ ખાતે ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું જેમાં ૨૯,૩૦ એપ્રિલ અને ૧ મે દરમિયાન ચૂંટણીમાં ફરજ બજાવનાર વિવિધ કર્મચારી, અધિકારીઓ, પોલિસ જવાનો પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે. જીઆરડી,એસઆરડી અને પોલીસ સ્ટાફ ના જવાનોએ મતદાન કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!