ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ક્ષત્રિય અગ્રણીઓએ નામ નોંધવા અંગે પૂછપરછ માટે પંહોચાતા PI મુદતમાં હોવાથી યોગ્ય જવાબ ન મળ્યો
Mera Gujaratના પ્રતિનિધિએ ટીંટોઈ PI ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરતા ફોન ઉઠાવવાની તસ્દી લીધી ન હતી
ટીંટોઈ પોલીસ સ્ટેશન પરીસર જય ભવાનીના નારાથી ગુંજી ઉઠ્યું હતું
લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલ બફાટનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે ટીંટોઈ પોલીસ સ્ટેશનના કર્મીઓએ કુશ્કી ગામના ક્ષત્રિય યુવકોની પૂછપરછ કરી નામ અને નંબરની નોંધણી કરતા ક્ષત્રિય સમાજના યુવકો ચોંકી ઉઠ્યા હતા અને સમાજના અગ્રણીઓને વાત કરતા સમાજના અગ્રણીઓ અને યુવકો ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં પૂછવા માટે પહોચતાં કોઇ યોગ્ય જવાબ નહીં મળતાં ટીંટોઈ પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આક્રોશ ઠાલવ્યો હતો
કુશ્કી ગામના યુવકોની ટીંટોઈ પોલીસે ત્રણ-ચાર દિવસ અગાઉ અગમ્ય કારણોસર પૂછપરછ કરી નામ અને નંબરની નોંધણી કરતા મંગળવારે અરવલ્લી રાજપૂત સમાજના અગ્રણી જયદત્તસિંહ પુવાર અને અન્ય અગ્રણીઓ તેમજ યુવકો ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં પહોચી ટીંટોઈ પોલીસ સ્ટેશને પહોંચી શા માટે ? અને કયા કારણોસર અમારા સમાજના યુવાનોના નામ નંબર લેવામાં આવ્યા તેવું જાણવાની કોશિશ કરી હતી જોકે પોલીસ સ્ટેશનમાં પીઆઇ કે પીએસઆઇ હજાર ન હોવાથી પોલીસ સ્ટેશનમાં હાજર PSOને આ અંગે પૂછતા PSOએ આ અંગે કશું જાણતો ન હોવાનું રટણ કર્યુ હતુ રાજપુત સમાજના
આગેવાન અને સમાજના લોકોને સંતોષકારક જવાબ ટીંટોઇ પોલીસ સ્ટેશનથી ન મળતા અગ્રણી જયદંતસિંહ પુવારે પી.આઇ એ બી ચૌધરી નો ટેલીફોનિક સંપર્ક કરતા કોર્ટમાં મુદતમાં હોવાનું જણાવ્યું હતું પોલીસ ક્ષત્રિય સમાજના લોકોને માનસિક હેરાન કરી ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં જવાબદાર અધિકારીઓ હજાર રહેતા ન હોવાની બૂમો ઉઠી રહી છે