જીલેટીન સ્ટીક ભરેલ પાર્સલ ખોલતા જોરદાર બ્લાસ્ટ થતાં પિતા-પુત્રી નું મોત, બે બાળકીઓ ગંભીર ઇજાગ્રસ્ત
મૃતક યુવકને જયંતી વણઝારાના પત્ની સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હોવાથી પ્રેમિકાના પતિએ જિલેટીન આપનાર પાસેથી બ્લાસ્ટની ટેકનીક શીખી રેડિયોમાં જિલેટીન પ્લાન કરી બ્લાસ્ટ કરાવ્યો,પોલીસે ધરપકડ કરી
મૃતકના ઘરે આવેલ પાર્સલ પર બોલપેનથી એડ્રેસ લખેલું હોવાથી પોલીસે શરૂઆતથી જ પ્લાનેડ બ્લાસ્ટની થયરી પર તપાસ હાથધરી હતી
બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં ગૃહવિભાગે ગુજરાત BDS ટીમ, અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ અને ગાંઘીનગર ફોરેન્સીક લેબોરેટરીના ટીમને સમગ્ર કેસની તપાસ માટે સક્રિય કરી હતી
સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના વેડા ગામના જીતેન્દ્ર વણઝારાના ઘરે રિક્ષાચાલક પાર્સલ આપી ગયા બાદ જીતુ વણઝારા અને તેની બે દીકરીઓ અને અન્ય એક બાળકીની હાજરીમાં પાર્સલ ખોલતાની સાથે જ ધડકાભેર બ્લાસ્ટ થતાં જીતુ વણઝારા અને તેની 12 વર્ષીય દીકરી ભૂમિકાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે બાળકીઓના શરીરે ગંભીર ઇજાઓ પહોચતા બંનેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડાયા છે પાર્સલ બ્લાસ્ટની ગંભીરતાના પગલે વડાલી પોલીસ સહિત ડીવાયએસપી સહિત કાફલો સ્થળ પર પહોચી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો પાર્સલમાં બોમ્બલાસ્ટ થતાં BDS, ફોરેન્સિક સાયન્સની ટીમ પણ દોડી આવી હતી અને ગણતરીના કલાકોમાં પાર્સલ બ્લાસ્ટના ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો પાર્સલ બ્લાસ્ટમાં નવો વળાંક સામે આવ્યો હતો જેમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનું ખુલતા જ પોલીસે પ્રેમિકાના પતિ જયંતિ વણજારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, જીતુ વણઝારાને જયંતી બાલુસિંહ વણઝારાની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની જયંતી વણઝારાને જાણ થતાં સમસમી ઊઠ્યો હતો અને પતિના પ્રેમીને મારી નાખવા ખતરનાક પ્લાન બનાવી જીલેટીન વેચનાર રાજસ્થાની પાસેથી જીલેટીન ખરીદી તેની પાસેથી રેડીયો જેવું સાધન બનાવી બ્લાસ્ટ કરવાનું શીખ્યા બાદ ઘરે લાવી જીલેટીન અને ડીનોટરની રેડિયો જેવુ ઇલેક્ટ્રિક ચીજવસ્તુ બનાવી તેને પાર્સલમાં પેક કરી પ્લાન બનાવ્યો હતો અને એક્ટિવા ચાલકની મદદથી વડાલી પોલીસ સ્ટેશન નજીક રિક્ષાચાલકને પાર્સલ આપી જીતું વણઝારાના ઘરે મોકલી આપ્યું હતું ઘરે પાર્સલ આવતા પાર્સલ રેડિયો જેવું દેખાતા અને વાયર સાથે પ્લેગ જોવા મળતાં પ્લેગ સ્વિચ બોર્ડના પ્લેગમાં લગાવતાની સાથે ધડકાભેર બ્લાસ્ટ થતાં જીતુ વણઝારા અને તેની પુત્રીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું વડાલી પોલીસે પાર્સલ બ્લાસ્ટમાં પ્રેમપ્રકરણ કનેક્શન બહાર આવ્યું હતું
સાબરકાંઠા પોલીસની વિવિધ ટીમ અને વડાલી પોલીસ તેમજ પાર્સલ બ્લાસ્ટના પગલે દોડી આવેલ બીડીએસ અને એફએસએલની ટીમે સયુક્ત રીતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સીસીટીવી કેમેરાની મદદથી જીતુ વણઝારાના ઘરે પાર્સલની ડીલેવરી કરવા આવેલ રીક્ષા ચાલકને શોધી લીધા બાદ તેની પૂછપરછ કરતા એક્ટિવા પર આવેલ શખ્સ પાર્સલ આપી ગયો હોવાનું જણાવતા પોલીસે એક્ટિવા ચાલકની ઓળખ કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલિ નાંખી મૃતક જીતુ વણઝારાની પ્રેમિકાના પતિ જયંતી વણઝારાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી