રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના વતનને અડીને આવેલ ગામ વિકાસથી વંચિત રહેતા ગ્રામજનોમાં આક્રોશ
જીતપુર ગ્રામ પંચયાતમાં છેલ્લા દસ વર્ષથી મંત્રીના પુત્ર અને પુત્રવધુ સરપંચ પદ પર હતા
મંત્રી ભીખુસિંહ પરમાર ધારાસભ્યની ચૂંટણી ટાણે ઠાલા વચનો આપ્યા હોવાનો આક્ષેપ
જીતપુર ગામના ગ્રામજનોને કહ્યું PM નરેન્દ્ર મોદી કે ભાજપ સામે કોઇ વિરોધ નથી ફક્ત મંત્રી ભીખુસિંહ પરમારનો વિરોધ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને વિશ્વ મહાસત્તા બનાવવા પ્રયત્નશીલ છે ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે બીજીબાજુ અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારો હજુ વિકાસની પાપા પગલી માંડી રહ્યો હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે મોડાસા ના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના વતન ચારણવાડા નજીક આવેલ જીતપુર ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી સુત્રોચ્ચાર કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જીતપુર ગ્રામ પંચાયતમાં છેલ્લા દસ વર્ષથી મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર અને પુત્રવધુ સરપંચ પદ પર હોવા છતાં ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતો લોકોમાં વધુ રોષ ફેલાયો છે
મંત્રી ભીખુસિંહ પરમારના વતનને અડીને આવેલ જીતપુર ગામમાં વિકાસના નામે દીવા તળે અંધારું જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે મોડાસા તાલુકાના જીતપુર ગામમાં રોડ,રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા મંત્રી ભીખુસીંહ પરમાર અને સરપંચ પદ પર રહેલા તેમના પુત્ર અને પુત્રવધૂએ ચારણવાડાના વિકાસને વેગ આપી જીતપુર ગામ સાથે વિકાસમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાના અનેક આક્ષેપ સાથે ગામના ચોકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જીતપુર ગ્રામ પંચયાત અલગ કરવાનું વચન આપ્યા બાદ જીતપુર ગ્રામ પંચયાત અલગ નહીં કરતા આખરે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી જીતપુર ગામના ગ્રામજનોએ ગામની પ્રાથમિક સુવિધાઓ અને ગ્રામ પંચાયત અલગ કરવાની બાહેંધરી નહીં અપાય તો મતદાનના દિવસે સમગ્ર ગામ મતદાન થી દૂર રહેશેનું આક્રોશ પૂર્વક જણાવ્યું હતું
મંત્રી ભીખુસિંહ પરમારના વતનને અડીને આવેલ અને તેમના પુત્ર અને પુત્રવધૂ સરપંચ પદે હોય તે ગામ વિકાસથી વંચિત રહ્યું હોય તો પછી જીલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ગામોમાં વિકાસની સ્થિતિ નો સરકારે અને તંત્રએ તાગ મેળવવો રહ્યોની ચર્ચાએ જોર પકડ્યું છે