asd
30 C
Ahmedabad
Wednesday, September 18, 2024

સાબરકાંઠા : પુત્રવધુ અને પૌત્રએ 10 લાખમાં સોપારી આપી સસરા અને સાસુની હત્યા કરાવી નાખી, બે હત્યારા સહિત 4ની ધરપકડ


હિંમતનગર-A ડિવિઝન પોલીસ અને એલસીબી પોલીસે ડબલ મર્ડર વીથ લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી 83.85 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

Advertisement

મૃતક દંપતિનો પુત્ર કામકાજ અર્થે નીકળ્યો અને સગીર પૌત્ર સોપારી કિલર હેત પટેલ અને વિપુલસિંહ નાથુસિંહ વાઘેલાને ઘરે લઇ આવ્યો

Advertisement

રસોડામાં પડેલ લોહીના પડેલ પગલા સાફ કર્યાને પોલીસને પુત્રવધૂ મિત્તલકુમારી શંકાના દાયરામાં આવી ગઈ  

Advertisement

પુત્રવધુ મિત્તલકુમારી અને સગીર પૌત્રને મૃતક દંપતિ માનસિક ત્રાસ આપતા હોવાથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો

Advertisement

 

Advertisement

 

Advertisement

સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘરમાં ઘાતકી હત્યા અને લૂંટની ઘટનાના પગલે ભારે ચકચાર મચી હતી મૃતક દંપતિના પુત્રએ હિંમતનગર-એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવતા પોલીસ સહિત વિવિધ એજન્સીઓ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે દોડતી થઈ હતી ડોગ સ્કોવ્ડ અને એફએસએલની મદદ લઇ લૂંટ વીથ મર્ડરનો પર્દાફાશ કરી પોલીસે દંપતીની પુત્રવધૂ તેમના સગીર પૌત્ર સહિત બે હત્યારાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો હત્યારી પુત્રવધુ અને તેના સગીર પૌત્ર સામે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો હતો

Advertisement

 

Advertisement

હિંમતનગરના ખેડ-તસીયા રોડ પર બળવતપુરા રેલવે ફાટક પાસે રામનગર સોસાયટીમાં મકાન નં 86માં 30 એપ્રિલના બપોરના 12.00થી 12.30 દરમિયાનના અડધો કલાકમાં અજાણ્યા શખ્સોએ વનરાજસિંહના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં મુકેલા લોકરમાંથી રોકડ 35 લાખ, સોનાના દાગીના આશરે 65 તોલા જેની કિંમત રૂ 42,25,000 મળી કૂલ રૂ 77,25,000ની મત્તાની લૂંટ આચરી હતી. વનરાજસિંહના માતા મનહરકુંવરબા(ઉવ.62) અને પિતા નિવૃત પોલીસ કર્મી વિક્રમસિંહ (ઉવ.65)ના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા કરીને મોત નીપજાવી લૂંટ કરી નાસી ગયા હતા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ઘરમાં પુત્રવધુની હાજરી છતાં ડબલ મર્ડર વિથ લૂંટની ઘટના બનતા પુત્રવધૂ શંકાના દાયરામાં આવી ગઈ હતી હિંમતનગર-એ ડિવિઝન પોલીસ અને એલસીબી પોલીસે પુત્રવધૂ મિત્તલકુમારીની આગવી ઢબે પૂછપરછ કરતા મિત્તલકુમારી પડી ભાગી હતી અને સાસુ- સસરા અસહ્ય ત્રાસ આપતા હોવાથી હિંમતનગરના નર્મદા બંગ્લોઝમાં રહેતા હેત અતુલ પટેલને દસ લાખમાં સોપારી આપી હતી અને મિત્તલકુમારીએ તેના સગીર પુત્ર સાથે હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને ઘરમાં રહેલ બે ધારદાર ચપ્પુ પણ હત્યારાને આપ્યા હતા

Advertisement

 

Advertisement

મૃતક દંપતિના પુત્ર વનરાજસિંહ કામકાજ અર્થે ઘર બહાર નીકળતા મિત્તલકુમારીએ તેના પુત્રને સોપારી કિલર હેત પટેલને અને ગાંધીનગર લીંબોદરાના વિપુલસિંહ નાથુસિંહ વાઘેલાને ઘરે લઇ આવ્યો હતો હેત પટેલે નિવૃત્ત પોલીસકર્મી વિક્રમસિંહ ભાટીનું ધારદાર ચપ્પાથી ગળું કાપી નાખ્યા બાદ તેમના પત્ની મનહરકુંવરબાની હત્યા કરવાનો પ્રયાસ કરતા બૂમ પાડતા મિત્તલકુમારી અને તેના સગીર પુત્રએ મનહરકુંવરબાનું મોઢું દબાવી દેતા હત્યારા હેત પટેલે છરો હલાવી હત્યા કરી નાખી હતી ત્યાર બાદ બેડરૂમના લોકરમાં મુકલે પાંત્રીસ લાખ રોકડા અને દાગીના ભરેલ થેલો લઇ હત્યારા હેત પટેલ અને તેના સાથીદાર વિપુલસિંહને મોદી ગ્રાઉન્ડ મૂકી આવ્યો હતો રસોડામાં પડેલ લોહીના ડાઘા મિત્તલકુમારીએ સાફ કરી દઈ થોડી વાર પછી બૂમાબૂમ કરી પતિને તેમના માતા-પિતાની હત્યા થઈ હોવાની જાણ કરી રડારડ કરી મૂકી નાટક કર્યું હતું જોકે આખરે પાપ છાપરે ચઢી પોકારતાં મિત્તલકુમારી તેના સગીર પુત્ર અને હેત પટેલ અને વિપુલસિંહને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો

Advertisement

 

Advertisement

હિંમતનગર-એ ડિવિઝન અને એલસીબી પોલીસે મૃતક દંપતિની પુત્રવધૂ મિત્તલકુમારીની આગવી ઢબે પૂછપરછ કરતા દસ લાખમાં સોપારી આપી હોવાના વટાણા વેરી નાખતાં પોલીસે સોપારી કિલર હેત પટેલને દબોચી લઇ હત્યામાં વપરાયેલ ગ્લોઝ,મૃતક મનહરબાના ચશ્મા તેમને પહેરેલ સોનાનો દોરો અને રોકડા રૂપિયા અને સોનાના દાગીના તેના મિત્રને આપ્યા હોવાનું જણાવતા મિત્ર પાસેથી રિકવર કરી અન્ય હત્યારા વિપુલસિંહને દબોચી લઇ તેની પાસેથી દોઢ લાખ રૂપિયા રિકવર કર્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ.રૂ.83.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો

Advertisement

 

Advertisement

INBOX :- હત્યારી પુત્રવધૂ અને સોપારી કિલરના નામ વાંચો..!!
1)મિત્તલકુમારી વનરાજસિંહ ભાટી (રહે,રામનગર સોસાયટી-હિંમતનગર)

Advertisement

2)હેત અતુલ પટેલ (રહે,નર્મદા બંગ્લોઝ,હિંમતનગર)

Advertisement

3) વિપુલસિંહ નાથુસિંહ વાઘેલા (રહે,લીંબોદરા,માણસા-ગાંધીનગર)

Advertisement

4)કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!