asd
30 C
Ahmedabad
Wednesday, September 18, 2024

અરવલ્લી: પેરોલ ફર્લો ટીમે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરી છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી અબ્દુલસલામ પટેલને દબોચ્યો


                  લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે  પેરોલ ફર્લો ટીમે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન મેળવી છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી અબ્દુલસલામ પટેલને કપડવંજ તાલુકાના રેલીયા ગામ નજીક હોટલ પાસેથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો          

Advertisement

 

Advertisement

 

Advertisement

અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ કિરણ દરજી અને તેમની ટીમે ધનસુરા,બાયડ, સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો અને મોડાસાના ઘાંચીવાડાના મોટીવાટ વિસ્તારમાં રહેતો  અબ્દુલસલામ ઇસ્માઇલભાઈ પટેલ ખેડાના રેલીયા ગામ નજીક હોટલ નજીક હોવાની બાતમી મળતાં પેરોલ ફર્લો ટીમ તાબડતોડ હોટલ નજીક પહોચી અબ્દુલસલામ પટેલને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપીના મોતિયા મરી ગયા હતા પેરોલ ફર્લો ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!