ગોધરા
પંચમહાલ જીલ્લાના શહેરા નગર પેટ્રોલ પંપ પાસે સલામપુરા ગામના બાઈક ડીવાઈડર સાથે અથડાતા બે યુવાનના કરુણ મોત થયા હતા. જ્યારે એક યુવાનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. એક યુવાનનુ ઘટના સ્થળે જ્યારે એક યુવાનનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોચીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર શહેરા તાલુકાના સલામપુરા ગામે રહેતા કિરણસિંહ બારિયા, સચિનસિંહ બારિયા, સુરપાલસિંહ બારીયા બાઈક પર બેસીને પસાર થઈ રહ્યા હતા તે સમયે પેટ્રોલપંપ પાસે બાઈક ડીવાઈડર પાસે અથડાતા કિરણસિંહ ને માથા પર ઈજા થતા તેનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જ્યારે સચિન ભાઈ અને સુરપાલભાઈને ગંભીર ઈજાઓ પહોચી હતી. જેમા સુરપાલ બારિયાને ગંભીર રીતે વડોદરા સિવીલ ખાતે ખસેડવામા આવ્યો હતો પણ તેનુ પણ અવસાન થઈ ગયુ હતુ. સચિન બારિયાની ગોધરા ખાતે સારવાર માટે દાખલ કરવામા આવ્યો છે. ઘટનાની જાણ પરિવારજનો ને થતા તેઓ પણ શોકમા ગરકાવ થઈ ગયા હતા. આ મામલે શહેરા પોલીસ દ્વારા જરુરી કાર્યવાહી હાથ ધરવામા આવી છે.