37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ ઉન્નતી પ્રોજેક્ટથી સ્વનિર્ભરતાની કેડી કંડારનાર વડાલીના હાથરવા ગામના ભાવનાબહેનનું કેન્દ્રીય ગ્રામીણ વિકાસ...

ઉન્નતી પ્રોજેક્ટથી સ્વનિર્ભરતાની કેડી કંડારનાર વડાલીના હાથરવા ગામના ભાવનાબહેનનું કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીના હસ્તે સન્માન

0
258

મેરા ગુજરાત, વડાલી,સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના હાથરવા ગામના ભાવનાબેન જયેશભાઇ પરમારનુ આત્મનિર્ભર કૌશલ્ય વર્ધક તરીકે રાષ્ટ્રીય કક્ષાએ સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કલેકટર હિતેષ કોયા અને જિલ્લા વિકાસ અધીકારી દિપેન શાહ દ્રારા અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉન્નતિ પ્રોજેક્ટ દ્વારા કૌશલ્ય વિકાસ તાલીમ પ્રાપ્ત કરીને જીવન ધોરણમાં શ્રેષ્ઠતમ બદલાવ લાવનારા વર્ષ 2018-19માં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) અન્વયે જે લાભાર્થીઓએ 100 દિવસ પૂર્ણ કરેલ હોય તેવા શ્રમિક પરિવારો કૌશલ્ય વર્ધન બાદ હવે સ્વરોજગાર કરી રહ્યા છે.

ભાવનાબેન પરમાર માઈક્રો હેન્ડીક્રાફ્ટ તથા ડેરી ફાર્મીંગ તથા વર્મી કમ્પોસ્ટ ક્ષેત્રે તાલીમબધ્ધ થઇ હાલ તેઓ પશુપાલન કરે છે. ભાવનાબેને બેંકમાંથી લોન લઈ પશુઓ ખરીદી તેની વૈજ્ઞાનિક ઢબે પાલન કરી દૂધના વેચાણ થકી મહિને 9,000 રૂ.ની કમાણી કરી પોતાનુ અને પોતાના પરીવારનું જીવન ધોરણ ઉંચુ લાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!