38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ ખેતરમાં ઘઉં નહીં ગાંજાની ખેતી થતી હતી : સાબરકાંઠા SOG અને ઇડર...

ખેતરમાં ઘઉં નહીં ગાંજાની ખેતી થતી હતી : સાબરકાંઠા SOG અને ઇડર પોલીસે વિજયનગરના ખેરવાડાના ખેતરમાંથી 83 છોડ ગાંજાના ઉખાડ્યા

0
650

મેરા ગુજરાત, સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લા પોલીસવડા નીરજકુમારના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ અને ઇડર પોલીસે સંયુક્ત ઓપરેશન કરી વિજયનગર તાલુકાના ખેરવાડા ગામના શખ્સે ઘર આગળ ખેતરમાંથી ગાંજાના 3.17 લાખના 83 છોડ ઝડપી પાડ્યા હતા પોલીસ રેડ જોઈ નશાનો કારોબાર કરનાર શખ્સ ફરાર થઈ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

સાબરકાંઠા એસઓજી ઇન્ચાર્જ પીઆઈ કોમલ રાઠોડ અને ઇડર પીઆઇ જાડેજાની ટીમે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરાતા એસઓજી પોલીસને ખેરવાડા ગામમાં રહેતા લક્ષ્મણ જીવાજી નામના શખ્સે તેના ઘર આગળ ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળતા પોલીસે સરકારી પંચો સાથે રાખી બાતમી આધારીત સ્થળે રેડ કરતા પોલીસને ખેતરમાં વાવણી કરેલ ગાંજાના ૮૩ છોડ મળી આવ્યા હતા પોલીસ ગાંજાના લીલછોડનું વજન કરતા ૫૨.૮૫૦ કિલોગ્રામ રૂ.૩૧૭૧૦૦/- જથ્થો જપ્ત કરી ખેતર માલિક લક્ષ્મણ જીવાજી નિનામા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ખેરવાડા ગામમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ જોઈ ગામલોકો પણ અચંબીત બન્યા હતા પોલીસ જોઈ તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું અને ગામલોકોમાં દોડધામ મચી હતી જો કે પોલીસે લક્ષ્મણ નિનામાના ખેતરમાં વાવેલ ગાંજાના છોડ નો પર્દાફાશ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!