26 C
Gujarat
Saturday, August 1, 2026
Home ક્રાઇમ શામળાજીના હિંમતપુર ગામમાં વિજય ગામેતીએ વિદેશી દારૂનો અડ્ડો ચાલુ કર્યો…!! શામળાજી પોલીસ...

શામળાજીના હિંમતપુર ગામમાં વિજય ગામેતીએ વિદેશી દારૂનો અડ્ડો ચાલુ કર્યો…!! શામળાજી પોલીસ ત્રાટકી દારૂ સાથે દબોચ્યો

0
364

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદોના ગ્રામ્ય વિસ્તરોમાં વિદેશી દારૂનું કટીંગ અને ધૂમ વેપલો થઇ રહ્યો છે. દારૂબંધીના પગલે વિદેશી દારૂના વેપલામાં ત્રણ ગણો નફો હોવાથી અનેક લબરમૂછિયા યુવાનો બુટલેગરો બની ગયા છે શામળાજી નજીક આવેલા હિંમતપુર ગામમાં વિજય ગામેતી નામના બુટલેગરના ઘરમાંથી પોલીસે 28 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરાતા હિંમતપુર ગામમાં વિજય ગામેતી ઘરેથી વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ વિજય કાંતિ ગામેતીના ઘરે રેડ કરી ઘરમાં સંતાડેલ વિદેશી દારૂની પેટી નંગ-૬ તેમજ ક્વાટર મળી કુલ-૩૩૬ કીં.રૂ.28560/- નો મુદ્દામાલ જપ્ત કરી વિજય કાંતિ ગામેતીને ઝડપી લીધો હતો વિજય ગામેતીને વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરતા રાજસ્થાનના પાટીયા વલીસા ગામના ઠેકા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!