ગોધરા
પંચમહાલ જીલ્લામાં અને ગોધરા શહેરમા નાખવામા આવેલી રહેલી સ્માર્ટ મીટર લગાવાની કામગીરી કરવામા આવી રહી છે. જેને લઈને ગ્રાહકો જાણકારીનો અભાવ ના કારણે ટેકનીકલ મુશ્કેલીના કારણે હાલાકી ભોગવી રહ્યા છે,આથી જુના મીટરો નાખવા માટે વીજવિભાગને લેખિત રજુઆત કોંગ્રેસના આગેવાનો દ્રારા કરવામા આવી હતી.
પંચમહાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ અગ્ર સચિવ ઉર્જા વિભાગ ગુજરાત રાજ્ય ને સંબોધતું આવેદનપત્ર માજી જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં એમ જી વી સી એલ ના સુપ્રી ટેન્ડન એન્જિનિયરને સુપ્રુત કરવામાં આવ્યું હતું આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે પંચમહાલ જિલ્લામાં અને ખાસ કરીને ગોધરા શહેર તથા ગોધરા ના ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં એજન્સી અને એમજીવીસીએલ દ્વારા પણ સ્માર્ટ પ્રીપેડ મીટર નાખવામાં આવ્યા છે અને વધુ મીટરો નાખવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ અંગે ગ્રાહકોની યોગ્ય જાણકારી નો અભાવ સિસ્ટમને અપૂરતી જાણકારી ટેકનીકલ મુશ્કેલી તેમજ અન્ય જુદા જુદા કારણોસર ગ્રાહકો મુશ્કેલી વેઠી રહ્યા છે પંચમહાલ જિલ્લો આદિવાસી બક્ષીપંચ શ્રમવસ્તી છુટા છવાયા રહેણાંક વિસ્તારો જંગલ વિસ્તાર અને આર્થિક પરિસ્થિતિ નબળી જેવા કારણોસર આ વિસ્તારમાં પ્રીપેડ મીટર નો અમલ શક્ય કે ઉપયોગી જણાતો નથી જેના કારણે લોકોમાં ભારે આક્રોશ અને નારાજગી છે રોજનું કમાઈને ખાનાર ગરીબ લોકો આ યોજનાથી ભારે દુઃખી અને ચિંતિત છે જૂના મીટર પ્રમાણે લાઈટ બિલ બે મહિના ભરવામાં આવતું હતું તેનાથી મધ્યમ ગરીબ ખેડૂતને નોકરિયાત વર્ગને રાહત રહેતી હતી લોકો રોજે રોજ પ્રીપેડ મીટરમાં રિચાર્જ કરાવી ન શકતા હોવાથી તાત્કાલિક અસરથી પ્રિપેડ મીટરનો અમલ મોકોફ કરી જુના મીટરો યથાવત રાખવા માગણી કરાઈ હતી. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ અજીતસિંહ ભાટી, હિમાંશુભાઈ પંડ્યા પરશુ શર્મા રાજેશ હડિયલ રફિકભાઈ તિજોરી વાળા સાજીદ વલી સિદ્દીક ચલાલી વાલા મીકી જોસેફ આબીદ શૈખ કમલેશ ચૌહાણ અકરમ પટેલ ઉમેશ શાહ વગેરે આગેવાનો સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા