32.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત પંચમહાલ : શહેરાના ખરેડીયા પાસેથી વનવિભાગે ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રક ઝડપી 4લાખ...

પંચમહાલ : શહેરાના ખરેડીયા પાસેથી વનવિભાગે ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રક ઝડપી 4લાખ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

0
70

શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં પરવાના વગર લાકડાની હેરાફેરી બેરોકટોક થઈ રહી છે.શહેરા વનવિભાગ દ્વારા ખરેડીયા ગામ પાસેથી પરવાના વગર લાકડા ભરેલી એક ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વનવિભાગની ટીમની કાર્યવાહીના પગલે પરવાના વગર લાકડાની હેરાફેરી કરનારાઓમા ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્તવિગતો અનુસાર શહેરા વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર. વી. પટેલ ની સુચના નાં આધારે ગુણેલી રાઉન્ડ સ્ટાફ કે ડી ગઢવી રાઉન્ડ ફોરેસ્ટર, એન. જી.સોલંકી બીટગાર્ડ, કે આર બારીઆ બીટગાર્ડ સહિત સ્ટાફ દ્વારા ખરેડીયાથી મીઠાપુર રોડ પર પેટ્રોલીંગ સમયે લાકડા ભરેલી ટ્રક પસાર થતી તેને ઉભી રાખી તપાસ કરતા તેમા પંચરાઉ લીમડો, ખાખરો,સીમલો,કરંજ વગેરે લાકડા ભરેલા હતા આ મામલે પાસ પરમીટ માગતા ચાલક પાસે મળી આવ્યા હતા.આથી વનવિભાગ દ્વારા પરવાના વગર લાકડા ભરેલી ટ્રકને શહેરા વનવિભાગની રેન્જ ઓફીસ ખાતે લાવામા આવી હતી. વનવિભાગ દ્વારા ટ્રક લાકડા સહિત ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરા વનવિભાગ દ્વારા લાકડાની પરવાના વગર હેરાફરી કરનારાઓ સામે લાલ આંખ કરતા ફફડાટ મચી જવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!