માવતર વિહત ધામ મંદિર ના ઉપાસક એવા મુકેશ ભુવાજીને એક માઈ ભક્ત દ્વારા અતૂટ શ્રદ્ધા સાથે સોનાની પાઘડી અર્પણ કરવામાં આવી હતી
મુકેશ ભુવાજી પર માઈભક્તોએ ડોલર અને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો
આસ્થા હોય ત્યાં હંમેશા સફળતા મળતી હોય છે તેવા ભાવ સાથે બાદરજીના મુવાડા ગામે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતું. તલોદ ખાતે બાદરજીના મુવાડે આવેલું માં વિહત નું ધામ જ્યાં એક મોટુ વિહત માંનું મંદિર આવેલું છે અને આ મંદિર મુકેશ ભુવાજી દ્વારા બનાવવામાં આવ્યું છે જ્યાં આજે પણ હજારો ભક્તો ની ભીડ યથાવત જોવા મળે છે.
તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ગામે આવેલ વિહત ધામમાં રવિવારે માતાજીની તિથિની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી જેમાં દિવસ દરમિયાન મંદિર પરિસરમાં તિથિ ની ઊજવણી નિમિતે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવી હતી યજ્ઞ પૂર્ણ થતા બગી, તેમજ ઘોડા સાથે લાઈવ ડી.જે ના તાલે લોકગાયક કલાકારો ના સુરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મંદિરમાં મહા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે સાબરકાંઠા, અરવલ્લી તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓ સહિત રાજસ્થાનમાંથી પણ દર્શનાર્થે પધારી ધર્મ પ્રેમી જનતાએ મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વધુમાં રાત્રીના સમયે ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ આસ્થા રૂપી માંના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.