સામાજિક અદાવતમાં કુહાડી, પાઇપો અને લાકડીઓ વડે વર્ષ 2020 માં મલેકપુર અને વેજપુર ગામના ટોળાએ બાઈક સવાર ત્રણ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં હુમલામાં આર્મી માંથી રજા પર ઘરે આવેલા જવાન રવિન્દ્રભાઈ પ્રફુલભાઈ ગામેતી ને ગંભીર રૂપે ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બનાવ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં હત્યા અને રાયોટિંગનો નવ વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય લોકોના ટોળા સામે ગુનો દાખલ કરાયો હતો કેસ અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટ માં ચાલતા એડી. સેશન્સ જજ એચ એન વકીલે સરકારી વકીલ જે ડી પંચાલે રજૂ કરેલા પુરાવા અને દલીલો ને ધ્યાન પર લઈ ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી કોર્ટેએ ભિલોડા તાલુકાના વેજપુર અને મલેકપુર ગામના (1) અજયભાઇ સુરમાભાઈ નિનામા(2)કીર્તિભાઇ દિલીપભાઈ ખરાડી(3)અજય દિલીપભાઈ ખરાડી અને (4)મહેશભાઈ હીરાભાઈ ખરાડીને કસૂરવાર ઠેરવ્યા હતા આરોપીઓને આજીવન કેદની સાથે રૂપિયા 17500/- દંડ ફટકારવામાં આવ્યો હતો