31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મેઘરજ ગ્રામ્યની ૨૦ વર્ષીય યુવતીની કૌટુંબિક યુવકે ખેતરમાં ઇજ્જત લેવાની...

અરવલ્લી : મેઘરજ ગ્રામ્યની ૨૦ વર્ષીય યુવતીની કૌટુંબિક યુવકે ખેતરમાં ઇજ્જત લેવાની કોષીશ કરતા પોલીસ ફરીયાદ

0
103

 

અરવલ્લી જીલ્લામાં સગીરાઓના અપહરણ અને મહિલા અત્યાચારના ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થયો છે હવસખોર યુવકોને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ ગુન્હો કરતા ખચકાતા નથી મેઘરજ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની યુવતી પશુઓ માટે ઘાસચારો લેવા ખેતરમાં જતા કૌટુંબિક યુવકે પીછો કરી યુવતીનો હાથ પકડી લેતા અને તેની તરફ યુવતીને ખેંચી લઇ ઇજ્જત લેવાનો પ્રયત્ન કરતા યુવતી ચોંકી ઉઠી હતી નરાધમ યુવકને કાયદાનો પાઠ ભણાવવા મેઘરજ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

 

મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 20 વર્ષીય યુવતી પશુઓ માટે તેના ખેતરમાં ઘાસચારો લેવા ગઈ હતી યુવતીનો કુટુંબી શખ્સ હેમંત ખોખરીયા યુવતીના ખેતર નજીક આવીને યુવતી સામે ખોટી નજરથી જોઇરહ્યો હતો ત્યાર બાદ યુવતી ખેતરમાં ઘાસ કાપવા લાગી હતી તે સમયે હેમંત યુવતી નજીક આવી યુવતીને કહેતો હતો કે તુ ફોન કેમ નથી કરતી તેમ કહી યુવતીનો હાથ પકડી યુવતીને ખેચતાણ કરવા લાગ્યો હતો જેથી યુવતીએ બુમા બુમ કરતાં હેમંત ભાગ્યો હતો જે ઘટનાની જાણ યુવતીએ પતિને કરી હતી યુવતીના પતિએ હેમંતને ઠપકો આપતાં બંન્ને વચ્ચે ઝગડો થતાં યુવતીના પતિને ઇજા થતાં મેઘરજ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો સમગ્ર ઘટના બાબતે યુવતીએ મેઘરજ પોલીસમાં આરોપી હેમંત થાવરા ખોખરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે નરાધમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!