મોડાસા-નડીયાદ હાઈવે માધવકંપાની સીમમાં પેટ્રોલ પંપ નજીક મધ્ય રાત્રી એ બે સામ- સામે આઈસર અને ટ્રકમાં અકસ્માત સર્જાયો હતો માધવકંપાની સીમ નજીક પેટ્રોલ પંપ સામે ડમ્પર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક ચાલક તેમજ આઈસર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ડમ્પર અને આઈસર ટ્રક રાત્રીના સમયગાળા દરમ્યાન પુરઝડપે બે ને ટ્રકો રોડ ઉપર પ્રસાર થતા હતા ત્યારે ટ્રક તેમજ આઈસરે ઓવરટેક કરવા જતા હાઈવે ઉપર આઈસર તેમજ ડમ્પર ને સામ સામે ટ્રક અથડાયા હતા અકસ્માતની જાણ થતા લોકોના ટોળે ટોળા સવારના સુમારે ઉમટી પડયા હતા. બાયડ પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી ટ્રાફીકને હળવો કર્યો હતો
રોડ ઉપર ટ્રાફીક જામ
મોડાસા-કપડવંજ હાઈવે ઉપર રાત્રીના સમયગાળા દરમ્યાન હાઈવે બે સામ સામે ટ્રક અકસ્માત થતા રોડ ઉપર બન્ને બાજુ ૫ કિલોમીટર સુધી ટ્રાફીક જામ જામ્યો હતોસવારના ૮ થી ૧૦ વાગ્યા સુધી રોડ ઉપર ભારે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી સાઠંબા જતા વાહનો બાયડ ગામ થી ઓઢા રોડ ઉપર વાહનો જોવા મળ્યા હતા તેમજ પાંખીયા, કપડવંજ, નડીયાદ, બરોડા, ડાકોર, ઉમરેઠ જતી બસો ને પણ મોડુ થઈ ગયું હતું હાલ લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે વરરાજા એક કારમાં જોવા મળ્યા હતા.
ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ડ્રાઈવર ચાલકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા અમદાવાદ ની સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.