અરવલ્લી જીલ્લામાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત,હ્રદયરોગનો હુમલો વધુ એક ખેડૂતને ભરખી ગયો
મેઘરજ તાલુકાના શાન્તિપુરાકંપા ગામે 54 વર્ષીય ખેડૂત પશુઓને ઘાસચારો નાખી ઘરમાં બેઠા હતા અચાનક ગભરામણ થતાં અને શરીરે પરસેવો વળતાં ખેડૂતે ભત્રીજાની કારમાં મેઘરજ સારવાર માટે નીકળ્યા હતા જોકે ખેડૂત હોસ્પિટલ પહોંચે તે પહેલા કારની સીટમાં ખેડૂત ઢળી પડતાં પ્રાણપંખેરું ઉડી ગયું હતું ભત્રીજો ખેડૂતને લઈને હોસ્પિટલમાં પહોચતાં તબીબે મૃત જાહેર કરતા ભત્રીજાએ પોક મૂકી હતી ખેડૂતનું હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ હતી પરિવારે ભારે આક્રંદ કરી મૂકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી
અરવલ્લી જીલ્લામાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યોછે ખાણી-પીણી અને ઝડપી બદલાતી લાઇફ સ્ટાઇલને કારણે હાર્ટ એટેકના દર્દીઓનો વધારો થયોછે આજ કાલ લોકો હસતા-રમતા હાર્ટ એટેકના શિકાર બની રહ્યાછે ત્યારે હાર્ટ એટેકથી મોતના બનાવો વધતા અનેક સવાલો ઉઠી રહ્યા છે જેમાં ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામેછે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઇ જતી વખતે મોતને ભેટી રહ્યા છે ત્યારે શાન્તિપુરાકંપા ના 54 વર્ષીય ખેડુત કાન્તિભાઇ રતિભાઇ દિવાણી શુક્રવાર સવારે પોતાના નિત્યક્રમ મુજબ ખેતરમાંથી ઘાસ ચારો લઇ આવી પશુઓને નાખી ઘરે બેઠા હતા ત્યારે કાન્તિભાઇને અચાનક પરસેવો અને ગભરામણ થતાં ભત્રીજાને કોલ કરીને બોલાવી કારમાં મેઘરજ ખાતે સારવાર અર્થે આવી રહ્યા હતા મેઘરજ નજીક આવતાં કાન્તિભાઇએ કારમાં સીટ નીચી કરવા ભત્રીજાને જણાવ્યુ હતુ ભત્રીજાએ સીટ નીચી કરી આપી કાર હોસ્પિટલ તરફ હંકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા હોસ્પિટલના હાજર તબીબે કાન્તિભાઇ દિવાણીને મૃત જાહેર કરતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી