ગાંધીનગરના ઓટો કન્સલ્ટન્ટ પાસે મોડાસા શહેરના બંટી-બબલી પહોંચી ક્રેટા કાર વેચાણ કરવાનું જણાવી 12 લાખ રૂપિયામાં સોદો નક્કી કરી કારની લોન મોડાસા સ્ટેટ બેંકમાં બાકી હોવાથી મોડાસા બોલાવી આરટીજીએસ અને રોકડ રકમ 12 લાખ રૂપિયા ખંખેરી લીધા પછી કાર ટ્રાન્સફર કરાવવા ઓટો કન્સલ્ટન્ટે આરટીઓમાં કાર્યવાહી કરતા બંટી-બબલીએ કાર અંગે એફિડેવિટ કરી વાંધા અરજી કરી ટ્રાન્સફર નહીં કરવા દઈ 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરતા ગાંધીનગરનો ઓટો કન્સલ્ટન્ટ ઠગાઈ જતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બંટી-બબલી સામે ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ હાથધરી હતી
મોડાસા શહેરમાં રહેતો રાજ પંડ્યા નામનો શખ્સ ક્રેટા કાર સાથે ગાંધીનગરમાં આવેલ જય માતાજી ઓટો ઓટો કન્સલ્ટન્ટમાં પહોંચી ક્રેટા વેચાણ કરવાની જણાવતા તેના માલિકે કપુરીયા ઓટો કન્સલ્ટન્ટના માલિક પરેશ કપુરીયાને વાત કરતા પરેશ કપુરીયા ક્રેટા કાર વેચાણ રાખવા માટે જય માતાજી ઓટો કન્સલ્ટન્ટમાં પહોંચી રાજ પંડ્યા સાથે ક્રેટા વેચાણ અંગે 12 લાખ રૂપિયા કિંમત નક્કી કરી રાજ પંડ્યાએ ક્રેટા તેની પત્ની પૂર્વિનાબેન ડાહ્યાલાલ અસારીના નામે હોવાનું જણાવતા પરેશ કપુરીયાએ પૂર્વિનાબેન અસારી સાથે વાતચીત કર્યા બાદ બાના પેટે 5 હજાર રૂપિયા ગૂગલ પે કર્યા હતા રાજ પંડ્યાએ પરેશ કપૂરીયાને ક્રેટા કાર પર મોડાસા સ્ટેટ બેંકની લોન હોવાનુ જણાવી લોનની બાકી રકમ ભરવા મોડાસા બોલાવ્યા હતા
ગાંધીનગરના ઓટો કન્સલ્ટન્ટ પરેશ કપુરીયાને રાજ પંડ્યાએ ફોન કરી લોનની રકમ ભરવા મોડાસા બોલાવતા પરેશ કપુરીયા મોડાસા દોડી આવ્યા હતા રાજ પંડયા અને પૂર્વિનાબેન સ્ટેટ બેંક પહોંચી લોનની બાકી રકમ બેંક કર્મીને પૂછતા 9 લાખથી વધુ બાકી હોવાનું જણાવતાં પરેશ કપુરીયાએ તેની ફર્મમાંથી આરટીજીએસથી પૂર્વિના ડામોરના ખાતામાં ટ્રાન્સફર કરી અને કિંમત નક્કી થયા મુજબ ઉપરના રૂપિયા 2.87 લાખ રાજ પંડ્યાના એચડીએફસીના બેંક એકાઉન્ટમાં આરટીજીએસથી નાખી ક્રેટા કાર લઈને પરત નીકળી ગયા હતા ક્રેટા કારનું નામ ટ્રાન્સફર કરવા એજન્ટને કામ સોંપતા એજન્ટે નામ ટ્રાન્સફરની કાર્યવાહી કરતા ક્રેટા કાર આરટીઓના બ્લેક લિસ્ટમાં બતાવાતા પરેશ કપુરીયા ચોંકી ઊઠ્યા હતા અને મોડાસા આરટીઓ કચેરીમાં તપાસ કરતા ક્રેટા કાર ટ્રાન્સફર અંગે વાંધા અરજી રજૂ થઈ હોવાનું જાણી ચોંકી ઊઠ્યા હતા તેમની સાથે મોડાસાના બંટી-બબલીએ કરામત કરી પૈસા ખંખેરી લીધા હોવાનો અહેસાસ થતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચી પૂર્વિનાબેન ડાહ્યાલાલ અસારી અને રાજ પંડ્યા સામે ફરિયાદ નોંધવતા પોલીસે બંને સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો