ગોધરા
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગોધરા નગરના રાહદારીઓને ગરમીમાં રાહત મળે તે હેતુથી શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન યુએસએ અને ઇન્ડિયાના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર યોગેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પાંજરાપોળ રોડ શાકભાજી માર્કેટ પાસે મફત ઠંડી છાશનું વિતરણ કરવામાં આવતા રાહદારીઓએ એ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
પંચમહાલ જીલ્લામા ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયની સાથે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેના કારણે રસ્તા પર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. ગોધરા શહેરમા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગોધરા નગરના રાહદારીઓને ગરમીમાં રાહત મળે તે હેતુથી શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન યુએસએ અને ઇન્ડિયાના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર યોગેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પાંજરાપોળ રોડ શાકભાજી માર્કેટ પાસે મફત ઠંડી છાશનું વિતરણ કરવામા આવ્યુ હતુ જેમા રસ્તા પર જતા રાહદારીઓએ એ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.