ભિલોડા તાલુકાના દક્ષિણ બારેશી આંજણા ચૌધરી પટેલ સમાજની શંકરપુરામાં સમાજ વાડી ખાતે સમાજના વિવિધ વિકાસના કાર્યો, સંમેલનો અને યુવાઓના કારકિર્દી માટે યોજાનારા કાર્યક્રમો માટે મલ્ટી પર્પસ હોલના મુખ્ય દાતા ખીલોડાના વતની અને અમદાવાદ ખાતે કેમિકલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા અશોકભાઈ જીવણભાઈ પટેલના વરદ્ હસ્તે હોલનો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
અરવલ્લી જિલ્લા આંજણા ફાઉન્ડેશન પ્રમુખ ચિરાગભાઈ પટેલ, સમાજના પ્રમુખ હીરાભાઈ વાઘજીભાઈ પટેલ, મંત્રી કાંતિલાલ એસ. પટેલ, સમૂહ લગ્ન સમિતિ – પ્રમુખ શામળભાઈ કે. પટેલ, મંત્રી અશોકભાઈ પટેલ, રામાભાઈ પી. પટેલ સહિત સમાજના સૌ-કોઈ આગેવાનોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો વર્તમાન સમયમાં સૌ-કોઈ વિકાસ માટે કોઈ એક એકમ સાથે જોડાઈ અને સહિયારો વિકાસ કરે એ આજના સમયની તાતી જરૂરિયાત છે.જેને ધ્યાનમાં લેતા સમાજના આગેવાનો અને દાતાઓના સહિયારા પ્રયાસથી આવનારા દિવસોમાં આ એકમ ખૂબ જ ઉપયોગી બનશે એમ સૌ-કોઈએ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમો બદલ સમાજના સૌ-કોઈ સદગૃહસ્થોએ દાતાઓ, સામાજીક આગેવાનોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.