ટ્રક ચાલકને એક ખેપના 20 હજાર મળતાં લલચાઈ ગયો,ઉદેપુરના વિષ્ણુ ઉર્ફે દિપક નામના બુટલેગરે દારૂ ભરેલ ટ્રક આપ્યો હતો નડિયાદ પહોંચી બુટલેગરના માણસને ટ્રક આપવાનો હતો
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની રેલમછેલ કરવા સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે બુટલેગરોના સિલ્કરૂટ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા નાના- મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો છે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાનથી લાકડાના ભૂંસાની મીણિયા ની થેલીની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 5280 બોટલ સાથે રૂ.13.06 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક ખેપિયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા આઇશર ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી PSI એસ.કે.ચાવડાને મળતાં સતર્ક બની બાતમી આધારીત ટ્રક આવતા અટકાવી તલાસી લેતા ટ્રકમાં પાર્ટેશન પાડી તેની અંદર લાકડાનું ભૂસું ભરેલ મીણિયાની થેલીઓ ગોઠવી તેની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન નંગ-5280 કિં.રૂ.504480/- તેમજ મોબાઈલ અને ટ્રક મળી કુલ.રૂ. 13.06થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક સુરેશ માનારામ બિશ્નોઈ (રહે,લાછીવાડા-રાજ)ને દબોચી લઇ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા