શ્લોક પટેલ દેશ-વિદેશમાં ડંકો વગાડી જીલ્લાનું નામ ગુંજતું કર્યું
અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલા હીરાખાડીકંપાનો રહેવાસી યુવા સંગીત પ્રેમી શ્લોક પટેલને pride of Gujarat આઈકોનિક સિંગરનો એવોર્ડ પ્રાપ્ત થતા સમાજ, ગામ અને પરિવારનું નામ રોશન કર્યું છે. જેમાં યુવા સિંગરે અત્યાર સુધી વર્ષ 2023 અને 2024માં ભારતની સંસ્કૃતિને પોર્ટુગલ,સ્પેન, પોલેન્ડ અને હંગરી જેવા દેશમાં ફોક સિંગર તરીકે દેશ માટે પ્રતિનિધિત્વ કરેલુ છે. અગાથ મહેનત બાદ તેઓએ સફળતાને આંબી લેતા સમાજ અનેકે યુવાઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.
તાજેતરમાં અમદાવાદના યુએમસી મેગા ક્લબ ખાતે યોજાયેલા એવોર્ડ શૉમાં અરવિંદ વેગડા (ફેમસ સિંગર) કલ્ચરલ મિનિસ્ટર અને સ્થાનિક MLA ની વિશેષ ઉપસ્થિતિમાં શ્લોક ચોપડાને આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતાં આ સાથે જ જણાવી દઈએ કે pride of Gujarat એ pride of india award નો એક પાર્ટ છે જે ભારત દેશના માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચાલું કરવામાં આવેલ છે જેમાં વિવિધ કેટેગરી માંથી એક એવોર્ડ એટલે ગ્લોબલ ફોક આઈકોનિક સિંગર (નેશનલ અને ઇન્ટનેશનલ લેવલે) ની કેટેગરીમાં ટોપ-5માં નોમીનેટ થયેલ અને જેમને વર્ષ 2023 અને 2024માં ભારતની સંસ્કૃતિ ને પોર્ટુગલ,સ્પેન, પોલેન્ડ અને હંગરી જેવા દેશમાં ફોક સિંગર તરીકે પોતાનું પ્રતિનિધિત્વ કરેલ અને જે બદલ તેઓને pride of Gujarat આઈકોનિક સિંગરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
આ એવોર્ડ સેરેમનીમાં ડો. પ્રશાંત કોરાટ (પ્રેસિડેન્ટ, યુથ વિંગ) , અરવિંદ વેગડા (સિંગર અને એક્ટર), કંચનબેન (MLA), જનક ઠક્કર (કલ્ચરલ સેલ, ગુજરાત), કશિશ રાઠોર (યુથ આઈકોન), ઉર્વશી રાદડીયા (ફોક સિંગર ક્વીન) માં હાજર રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે હાલમાં જ નખત્રાણા ખાતે યોજાયેલ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા સનાતની શતાબ્દી મહોત્સવમાં પણ શ્લોક પટેલને મોસ્ટ પોપ્યુલર પ્રિન્સ ઑફ KKPs અને બેસ્ટ વોઇસ ઓફ KKPs માં રનર અપ રહી સન્માનીત કરવામાં આવ્યા હતાં.