શામપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ,સરપંચ સમર્થક ચૂંટાયેલ સભ્યો અને ગ્રામજનોએ DDO અને મોડાસા TDOને આપ્યું આવેદનપત્ર
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાની શામપુર ગ્રુપ ગામ પંચયાત સમગ્ર જીલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે થોડા દિવસ અગાઉ ગ્રામ પંચયાત ના મહિલા સરપંચના પતિ પંચયાતનો વહીવટ કરતા હોવાની સાથે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આદરી ગ્રામજનો સાથે ગેરવર્તણૂક કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચયતના કેટલાક ચૂંટાયેલ સભ્ય અને ગ્રામજનો મોટી સંખ્યામાં કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી ત્યારે મહિલા સરપંચના સમર્થનમાં કેટલાક સભ્યો અને ગ્રામજનોએ શામપુર ગામના કેટલાક ઈસમો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરી ગ્રામ પંચયાત ઝૂંટવી લેવા પ્રયત્ન કરી ગ્રામ પંચ્યાતને નુકશાન પહોચાડતાં હોવાના આક્ષેપ સાથે જીલ્લા કલેક્ટર, વિકાસ અધિકારી અને મોડાસા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તંત્ર પાસે ન્યાયની માંગ કરી હતી
શામપુર ગ્રામ પંચયાતના સરપંચ વજીબેન રેવાભાઈ પટેલ અને કેટલાક ગ્રામ પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગ્રામજનો સાથે જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી શામપુર ગામના અમુક ઇસમો ગ્રામ પંચયાતને નુકશાન કરી ગ્રામ પંચયાતની દીવાલ તોડી નાખી વૃક્ષ કાપી નાખી અમુક સભ્યો પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો તેમજ અવિશ્વાસની દરખાસ્ત કરી ગ્રામ પંચાયત ઝૂંટવી લેવાનો ષડયંત્ર રચી વિકાસના કામોમાં રોડા નાખી રહ્યા છે અને લાલપુર, પાદર ગામના લોકોને ડરાવવાની કોશિશ કરવામાં આવતી હોવાની રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી