asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

ગોધરા : સ્માર્ટ મિટરોની સામે રાજ્યમાં ભારે વિરોધના સુર વચ્ચે AAPની સરકારમા રજુઆત, યોજના અમલમાં મુકતાં પહેલાં જનમત જાણો


ગોધરા

Advertisement

ગુજરાતભરમાં સ્માર્ટ મીટરો ઘરમા લગાવાનો વિરોધ ધીરેધીરે વધી રહ્યો છે. ગ્રાહકો દ્વારા આક્ષેપ કરવામા આવી રહ્યો છે. સ્માર્ટ મીટર લગાવામા આવે છે.તેની સામે બીલ પણ વધારે છે. રિચાર્જ કરાવીએ તે જલદી પુરુ થઈ જાય છે. સુરત,વડોદરા, ગોધરા સહિતના શહેરોમા સ્માર્ટ મીટર લગાવાને લઈને કેટલાક વીજ ગ્રાહકો દ્વારા વિરોધનો સુર ઉઠ્યો છે. આ બધાની વચ્ચે પંચમહાલ જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ બારીયા દ્વારા સરકાર સામે આક્ષેપ કરવામા આવ્યો હતો. સરકાર ઘમંડમા આવીને એક તરફી નિર્ણયો લે છે. લોકકલ્યાણને ધ્યાનમા રાખીને જનમત સંગ્રહ કરીને યોજના બનાવી જોઈએ.

Advertisement

 

Advertisement

પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરતા ગુજરાત વીજકંપની દ્વારા હાલમાં વીજ કનેકશનના મિટરો બદલવામાં આવી રહ્યા છે. ચાલું ડિજિટલ મિટરોને કાઢી નાખીને નવા સ્માર્ટ મિટરો બેસાડવામાં આવે છે તેની સામે રાજ્યના લોકોનો ભારે વિરોધ જોવા મળે છે તેનું કારણ જાણવા મળ્યાં મુજબ સ્માર્ટ મિટરો માં વપરાશ કરાતી વિજળી કરતાં વધારે યુનિટ વપરાશ બતાવે છે અને વધારે રુપિયા ખર્ચાય છે સાથે સાથે પહેલાં રીચાર્જ કરીને વિજળી વાપરવાની પદ્ધતિ સામે લોકોની નારાજગી ઉભી થઇ છે ત્યારે સરકારે લોકોની માનસિક અને આર્થિક સ્થિતિ સમજવી જોઈએ. બળ જબરીથી સ્માર્ટ મિટરો બેસાડીને લોકોને પરેશાન ના કરવા જોઈએ. આવા સ્માર્ટ મિટરો લગાવ્યા છે તે કાઢી નાખવા જોઈએ અને જુના મિટરો ફરીથી લગાડી આપવા જોઈએ તેવી માંગણી સાથેની રજૂઆત “આપ” ના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ ગુજરાત સરકારમાં કરી છે. લેખિત રજૂઆતમાં વધુ કહ્યું છે કે, હાલ આવા સ્માર્ટ મિટરો રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં, ઔધોગિક એકમોમાં તેમજ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓના ઘરે લગાવવા જોઈએ. સામાન્ય નાગરિકોનો વિજળી વપરાશ પણ સામાન્ય હોય છે તેઓના કારણે વિજ કંપનીઓને નુકસાન થતું નથી તેથી આમ જનતાને પરેશાન કરવાનું બંધ કરવું જોઈએ જો તેમ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ગુજરાતમાં સરકાર સામે ભારે સંઘર્ષ થશે તેવી રજૂઆત સાથે એક મુદ્દો એ પણ ઉઠાવ્યો છે કે લોકોની ચિંતા કે સ્વિકૃતિનો વિચાર કર્યા વગર સરકારે જ્યારે જ્યારે નવી યોજનાઓ મુકી, થોપી બેસાડી ત્યારે લોકોએ સરકાર સામે વિરોધ કર્યો છે, સંઘર્ષ કર્યો છે અને તેમાં કેટલાય નાગરિકોએ જીવ ગુમાવ્યા ના આંકડા છે ત્યારે આ યોજના, નિર્ણય સામે પણ લોકોની નારાજગી ઉભી થઇ છે ત્યારે ભવિષ્યમાં કોઈ આવી ઘટના ના બને, કોઈ નો જીવ ના જાય તેનું ધ્યાન પણ સરકારે રાખવું જોઈએ એવી રજૂઆત સરકારમાં કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!