અરવલ્લી જીલ્લાના બાયડ શહેરમાં આવેલ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા આશ્રમમાં મંદબુદ્ધી અને દિવ્યાંગ મહિલાઓ માટે આશ્રય સ્થાન તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતો છે જય અંબે આશ્રમમાં દિવ્યાંગ મહિલાઓની સાથે મનોદિવ્યાંગ ભાઈઓની ચિંતા કરી છે જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ સંચાલિત મનોદિવ્યાંગ વ્યક્તિઓના આશ્રમમાં મંગળવારના રોજ મનોદિવ્યાંગ ભાઈઓ માટેના નવીન ભવનનું લોકાર્પણ મુખ્ય દાતા બીપીનભાઈ શંકરભાઈ પટેલ રાજપુર કડીવાળાના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે અરવલ્લી જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારેખ ,ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ,નાયબ કલેકટર હાર્દિક બેલડીયા,સમાજ સુરક્ષા અધિકારી કપિલભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર સિંહ ઝાલા, પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ દલાલ તથા દાતાઓ ,સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજસેવા ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ જૈન તથા સૌ ટ્રસ્ટીગણે આશ્રમના સેવાસાથી અને દાતાઓનો આભાર માન્યો હતો.