નેત્રમની ટીમે બિનવારસી બાઇક શોધી હાશકારો માન્યો પરંતુ બાઈક ચોર કોણની ચર્ચા ચારેકોર
મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં નેત્રમ કેમેરાથી અનેક ગુન્હાનો ભેદ ઉકેલવામાં જીલ્લા પોલીસતંત્ર સફળ રહ્યું છે મોડાસા શહેરના માલપુર રોડ પર આટીઆઈની સામે માઈક્રો ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતા કર્મીની બાઇક ચોરી થતાં હોંફાળો ફોંફળો બન્યો હતો નેત્રમ શાખાનો સંપર્ક કરતા નેત્રમની ટીમે શહેરમાં લાગેલ નેત્રમ કેમેરા ફંફોસી બાઈક ચોર માલપુર રોડ પર બાઇક લઇ ચાલતો જોવા મળતાં નેત્રમ ટીમે બાઈક માલિક સાથે તપાસ કરતા શાસ્ત્રી મેદાનમાંથી બાઇક બિનવારસી હાલતમાં મળી આવતા નેત્રમ ટીમ અને ફાઈનાન્સ કર્મીએ હાશકારો અનુભવ્યો હતો
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈ જયદીપ ચૌધરી અને તેમની ટીમ મોડાસા શહેરમાં નેત્રમ કેમેરા રેકોર્ડિંગનું એનાલિસિસ કરી ફાઇનાન્સ કર્મીની બાઇક ચોરીના ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી નાખ્યો હતો મોડાસા શહેરના માલપુર રોડ પર આઈટીઆઈ સામે માઈક્રો ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતા ભાથીસિંહ મોહનસિંહ ચૌહાણની ઓફીસ નીચે પાર્કિંગ કરી હતી સાંજે નોકરી પૂરી થતાં પાર્કિંગમાં બાઈક જોવા ન મળતા આજુબાજુ તપાસ કરતા બાઇકનો અત્તોપત્તો ન મળતા બાઇક ચોરી થઈ હોવાનો અહેસાસ થતાં તાબડતોડ નેત્રમ શાખામાં પહોચી બાઈક ચોરી થયાનું જણાવતાં નેત્રમની ટીમે મોડાસા શહેરના માલપુર રોડ સહિત સમગ્ર શહેરમાં લાગેલ નેત્રમ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ એનાલિસિસ કરી કરતા બાઇક ચોર ચોરીની બાઇક સહયોગ ચોકડી તરફ દોરતો દોરતો જતો હોવાનું જોવા મળતા નેત્રમ ટીમ બાઈક માલિક સાથે સાઈ મંદિર નજીક તપાસ હાથધરતા બાઇક શાસ્ત્રી મેદાનમાં ચોર બિન વારસી હાલતમાં મૂકીને ફરાર થઈ જતા રૂ.50 હજારની બાઇક પરત મળી આવતા ફાઈનાન્સ કર્મીએ નેત્રમ શાખાની ટીમ સહિત અરવલ્લી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો