ગોધરા
ગોધરા શહેરમાં એમજીવીસીએલ દ્રારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરનો સમગ્ર જિલ્લા સહિત રાજ્યમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે કાળઝાળ ગરમીમાં અને 45 ડિગ્રી તાપમાન વચ્ચે ગોધરા શહેરના ગ્રાહકો એમજીવીસીએલની કચેરી પહોંચી સ્માર્ટ મીટરો કાઢી જૂના મીટરો લગાવવા માંગ સાથે ગ્રાહકોએ સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કરી એમજીવીસીએલ કચેરીનો ઘેરાવો કરી આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો જોડાયા હતા.
ગોધરા શહેરમાં સ્માર્ટ મીટર રદ કરવાની માંગ સમગ્ર ગુજરાત સહિત જિલ્લામાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. MGVCL કચેરી ગોધરા ખાતે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ વિરૂદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી કે અમને કોઈપણ પ્રકારે સ્માર્ટ મીટર પોસાય તેમ નથી સ્માર્ટ મીટર ના ફક્ત ગેરફાયદા છે કોઈ પણ ફાયદા નથી.ગોધરા શહેરમા 7 હજાર જેટલા સ્માર્ટ મીટર કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના ઠોકી બેસાડ્યા છે .તેવું સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ત્યારે જે લોકો નું જૂના મીટર નું બે મહિના નું બિલ 2000/2500 આવતું હતું તેમનું સ્માર્ટ મીટર મા 15/20 દિવસ મા 2000 જેટલું બિલ આવે છે મુખ્ય વાત કે પહેલા જૂના મીટર મા બે મહિના વીજળી વાપરવા મળતી હતી ત્યાર બાદ જે બિલ આવે તે ભરતા હતા અને લોકો ને પોસાતું પણ હતું અને જો કદાચ પૈસા ની વ્યવસ્થા ન હોય તો કંઈ આઘુ પાછું કરીને પણ બિલ ભરતા હતા.
ત્યારે આ સ્માર્ટ મીટરમા પહેલા રીચાર્જ કરવું પડે છે ત્યાર બાદ જ વીજળી વાપરી શકાય છે હાલ ના સમય માં પણ અમુક લોકો પાસે સ્માર્ટ ફોન નથી અને અમુક લોકો પાસે છે પણ તેનો સંપૂર્ણ વપરાશ કરતા આવડતું નથી ત્યારે આ સ્માર્ટ મીટર નું રીચાર્જ કઈ રીતે કરવું કેટલા યુનિટ વપરાયા કેટલું બેલેન્સ છે આવી બધી બાબતો ચોક્કસ પણે અમુક લોકો જાણી શકતા નથી. છે ત્યારે આ તમામ પ્રકાર ની સમસ્યા થી પીડિત લોકો જાય તો જાય ક્યાં અને ગુજરાત ની જાહેર જનતા ને સચવવવાની જવાબદારી સરકાર ની છે ત્યારે ગુજરાત ની જાહેર જનતા વતી ગોધરા શહેર ના આશિષ કામદાર, સંજય ટહેલ્યાણી, આશિષ પટેલ, અમિતાબેન ભટ્ટ જેવા અન્ય સામાજિક કાર્યકરો, વકીલો મળીને સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરી જૂના મીટર ફરી થી લગાવી આપે તેવી માંગ કરવામા આવી હતી.