29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં રણજીતનગર ખાતે મોકડ્રિલનું...

પંચમહાલ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં રણજીતનગર ખાતે મોકડ્રિલનું આયોજન

0
92

  પંચમહાલ

  પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન  હેઠળ  જીલ્લા  આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી તથા ડાઇરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, રણજીતનગર ખાતે લેવલ 3 કક્ષાનું ઓફ સાઇટ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇથેનોલ કેમિકલ લીક થતા આગ લાગવાની ઘટના બનતા ઊભી થતી પરિસ્થિતીઓને પહોચી વળવા માટે કયા-કયા પગલાં લેવા અને કયા-કયા વિભાગોને તેમાં સામિલ કરવા તે અંગેની સમગ્ર ઘટનાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

આ ઓફ સાઈટ મોકડ્રિલમાં ડાઇરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી વિભાગનાશ્રી ડી.બી.ગામીત તથા  યાદવ, મામલતદાર ઘોઘંબા આર.આર.પટેલ,જિલ્લા પ્રોજેકટ અધિકારી,ડિઝાસ્ટર મેનેજમેંટ વિરલ ક્રિશ્ચિયન, જી.પી.સી.બી.વિભાગના કિરણ રાઠવા, રાજગઢ પોલીસ સ્ટેશન ઘોઘંબાના પી.એસ.આઇ રાજેન્દ્રસિંહ રાઠોડ અને SOG પી.એસ.આઇ ડી.જી.વહુનિયા તથા મ્યુચ્યુઅલ એઇડ ઇન્ડસ્ટ્રીયલ (પોષક,યુપીએલ અને કુશા) ઉદ્યોગો સબબ મોકડ્રિલમાં સહભાગી થઈ મોકડ્રીલને સફળ બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!