અરવલ્લી જીલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે જીલ્લાના માર્ગો પર ગેરકાયદેસર રેતી,પથ્થર સહિત લાલ માટીની હેરાફેરી મોટી માત્રામાં થઈ રહી છે ખાણખનિજ વિભાગની ખાનાપૂર્તિ કામગીરીથી અનેક સવાલ પેદા થયા છે છેલ્લા કેટલાક સમયથી ઘોર નિંદ્રામાં પોઢેલી ખાણ ખનિજ વિભાગ ચૂંટણી દરમિયાન બદલીઓ થતાં નવા ભૂસ્તર શાસ્ત્રી સહિત અન્ય કર્મીઓએ ચાર્જ સંભાળતા તંત્ર ગતિશીલ બની ખનિજ માફિયાઓ સામે સખ્ત કાર્યવાહી હાથધરી છે
અરવલ્લી જીલ્લા ખાણખનીજ અધિકારી અજીત ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખાણખનિજ વિભાગની અલગ-અલગ ટીમ જીલ્લાના માર્ગો પરથી ડમ્પર, ટ્રેક્ટર, ટ્રક મારફતે ગેરકાયદેસર ખનીજનું વહન અને ખનન કરતા ખનિજ માફિયાઓ સામે તવાઈ બોલાવી છે ખાણ ખનીજ વિભાગની ટીમે વહેલી સવારે માલપુર પંથકમાં પેટ્રોલીંગ હાથધરી અણીયોર રોડ પર સપાટો બોલાવ્યો હતો ગેરકાયદેસર રેતીનું વહન કરતા ત્રણ ટ્રકને ઝડપી પાડી અંદાજીત રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથધરી હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી