અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ભિલોડા પોલીસે માનવતા મહેંકાવી
અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે માનવીય અભિગમ થકી લોકોમાં પોલીસ પ્રત્યે રહેલ ડર અને અણગમો દૂર કરી પ્રજાનો મિત્ર બની રહી છે ભિલોડા પોલીસની ટીમે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો ઠંડક મળી રહે તે માટે અમૃતરૂપી છાસનું વિતરણ કર્યું હતું ભિલોડા પોલીસની શી ટીમે સિનિયર સિટિઝન અશક્ત વૃદ્ધોની મુલાકાત કરવાની સાથે ઠંડુ પાણી પી શકે તેવા ઉમદા હેતુથી માટલાંનું વિતરણ કર્યુ હતું ભિલોડા પોલીસની કામગીરીની લોકોએ સરાહના કરી હતી
ભિલોડા પીઆઈ એચ.પી.ગરાસીયા અને તેમની ટીમે 44 thi 45 ડિગ્રી તપમાનનો પારો ઉંચકાતા જાણે આકાશમાંથી અગન ગોળા પડતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે ભિલોડા નગરમાં કામકાજ અર્થે આવતા પ્રજાજનો અને ભિલોડાના નગરવાસીઓ ને ગરમીથી આંશિક રાહત મળી રહે તે માટે ફરજની સાથે ઠંડી છાસનું વિતરણ કરતા ભિલોડા પોલીસની પ્રજાલક્ષી સેવા પ્રવૃત્તિને લોકોએ બિરદાવી હતી ભિલોડા પોલીસની શી ટીમે અંગ દઝાડતી ગરમીમાં વૃદ્ધોની ઘરે ઘરે મુલાકાત કરવાની સાથે ઠંડા પાણી માટે માટલાંનું વિતરણ કર્યું હતું હાલ અસહ્ય મોંઘવારીમાં માટલાંના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે જરૂરિયાત મંદ સિનિયર સિટિઝન પોલીસે ઉનાળામાં ઠંડક મળી રહે તે માટે માટલાં આપતા તેમના ચહેરાઓ પર ખુશીની લહેર જોવા મળી હતી