asd
30 C
Ahmedabad
Thursday, October 3, 2024

અરવલ્લી : હીટવેવને પગલે આંગણવાડી કેન્દ્રનો સમય સવારે 7 :30થી 10 વાગ્યા સુધી કરવામાં આવેની પ્રબળ લોકમાંગ


 ગુજરાતમાં હીટવેવ અને અસહ્ય ગરમીને કારણેનો લોકો તોબા પોકારી ઉઠ્યા છે અરવલ્લી જીલ્લામાં સવારથી સૂર્યદેવતાના રૌદ્ર સ્વરૂપના લોકો દર્શન કરી અસહ્ય ગરમી સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે આંગણવાડી કેંદ્રોમાં ગરમીને પગલે બાળકોની સંખ્યા ઘટી રહી હોવાની સાથે માસૂમ ફૂલ જેવા બાળકો ગરમીમાં શેકાઇ જતા હોવાથી જીલ્લામાં આવેલ આંગણવાડી કેંદ્રોમાં સમય બદલવામાં આવેની માંગ પ્રબળ બની છે           

Advertisement

 

Advertisement


અરવલ્લી જીલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં સવારે 8થી 12 સુધી હોવાથી અસહ્ય ગરમીમાં બાળકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ગુજરાત આંગણવાડી સંગઠનના આગેવાન ડી આર જાદવ અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે માંગ કરી છે કે અરવલ્લી જિલ્લાની આંગણવાડી કેન્દ્ર નો સમય સવારે 8,થી 12 સુધી નો હોય,જેને લઈ બાળકોનું આરોગ્ય જોખમાય તેવી સંભવના વ્યક્ત કરવામાં આવી રહી છે,અરવલ્લી જિલ્લામાં લુ લાગવાના કેસો માં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે,વર્તમાન સમય માં હવામાન વિભાગ દ્વારા  હીટ વેવની આગાહી કરવામાં આવી છે,જે બાબત ધ્યાને લેતા આંગણવાડી કેન્દ્રોનું અસરકારક અમલીકરણ કરવા બાબત, કમિશનર મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર ના ઓ એ તારીખ 24 મેં ના પત્ર અનુસંધાને,ગાંધીનગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચર્ચા વિચારણા કરી,જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની તમામ આંગણવાડી કેન્દ્રના બાળકો માટે,આંગણવાડી કેન્દ્રના સમયમાં ફેરફાર કરી ,સવારે  સાત ત્રીસ થી દસ વાગ્યા સુધીનો કરવામાં આવેલ હોવાની ,આઈ સી ડી એસ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે,ત્યારે અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની આંગણવાડી કેદ્ર નો સમય સવારે સાત  થી દસ વાગ્યા સુધી અથવા, રજા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!