test
39 C
Ahmedabad
Saturday, June 15, 2024

અરવલ્લી : મોડાસાના તબીબની સોપારી આપનાર આરોપીને ઝડપી પાડવા પોલીસ ટીમ MP રવાના,પોલીસ સતર્કતાની સરાહના


મોડાસા ટાઉન PI ડી.કે.વાઘેલા અને પોલીસકર્મીઓની સતર્ક નજરથી તબીબની હત્યાની ઘટના અટકતા DG વિકાસ સહાય,રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ,SP શૈફાલી બારવાલ અને ASP કેશવાલાએ અભિનંદન આપ્યા હતા                                                      

Advertisement

 

Advertisement

મોડાસા શહેરના આઇકોનિક બસપોર્ટ નજીક આશા હોસ્પિટલના જાણીતા તબીબ ર્ડો.અશોક ઈસરાનીની તેના મધ્યપ્રદેશ રહેતા સાઢુએ સામાજીક અણબનાવમાં કોન્ટ્રાક કિલીંગની સોપારી મંદસોરના સ્થાનીક ગુંડાને અપાતા તેને બે અલગ અલગ યુવકો પાસે તબીબ પાસે ચેકઅપ કરાવવાના બહાના હેઠળ રેકી કરાવ્યા બાદ ગુરુવારે રાત્રે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બે હત્યારાઓને મોડાસા મોકલ્યા હતા નંબર પ્લેટ વગરની બાઇક પર ડોક્ટર હાઉસ નજીક આંટાફેરા મારતા બંને કિલરને પોલીસે દબોચી લીધા હતા જેમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં પોલીસે ર્ડો.અશોક ઈસરાનીની ફરિયાદના આધારે બંને હત્યારાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે       

Advertisement

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે મોડાસાના જાણીતા તબીબ ર્ડો.અશોક ઈસરાનીની હત્યાની સોપારી આપનાર સાઢુ કમલ ચાંદનકુમાર હોતિાણી અને કોન્ટ્રાક કિલર ની સોપારી લેનાર રોહિત ગણપતલાલ રોહિતને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરી ટાઉન પીએસઆઇ સ્વામી અને તેમની ટીમને મધ્યપ્રદેશ મોકલી આપી હતી બન્ને હત્યારાની પોલીસે સઘન પૂછપરછ હાથધરી છે                                      

Advertisement

શું છે સમગ્ર ઘટનાક્રમ અને પોલીસની સરાહનીય કામગીરી વાંચો…!! 

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં બસ સ્ટેન્ડ નજીક આશા હોસ્પિટલના જાણીતા તબીબ ર્ડો.અશોક ઈસરાનીની હત્યા કરવા મધ્યપ્રદેશથી બાઈક પર આવેલા બે કોન્ટ્રાક કિલર હત્યાની ઘટનાને અંજામ આપે તે પહેલા મોડાસા ટાઉન પોલીસની ચબરાક નજરથી ઝડપાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી નંબર પ્લેટ વગરની બાઇક પર બંને કોન્ટ્રાક કિલર તબીબની હોસ્પિટલ નજીક આંટાફેરા મારતા પોલીસ જવાનોએ ઝડપી લઇ આગવી ઢબે પૂછપરછ કરતા સમગ્રે ઘટનાનો પર્દાફાશ થયો હતો ર્ડો.અશોક ઈસરાનીના મધ્યપ્રદેશમાં રહેતા સાઢુએ પારિવારિક ઝગડામાં હત્યાની સોપારી આપી હોવાનું બહાર આવતા સમગ્ર મોડાસા શહેર સહિત તબીબ આલમમાં સન્નાટો વાપ્યો હતો પોલીસની સતર્કતાથી તબીબનો જીવ બચતા તબીબ સહિત તેમના પરિવારે હાશકારો અનુભવ્યો હતો

Advertisement
 મોડાસા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આશા હોસ્પિટલ ધરાવતા જાણીતા તબીબ ર્ડો.અશોક ઈસરાની સાળીના લગ્ન મધ્યપ્રદેશના મંદસોરમાં રહેતા કમલ ચાંદનકુમાર હોતિાણી સાથે થયા હતા બંને વચ્ચે સતત અણબનાવ થતાં તેમના સાળી તેમના સસરાના ઘરે પરત આવી જતા તેની અદાવત રાખી તેમના સાઢુ કમલ હોતવાણીએ ર્ડો.અશોક ઈસરાની હત્યા કરવા માટે મધ્યપ્રદેશના બોહરાખેડીના સ્થાનિક ગુંડા રોહિત ગણપતલાલ રોહિતને સોપારી આપતાં રોહિતે તેના વતનના યશવંત મદનલાલ અહીરવાલ અને મહારાષ્ટ્રના શેહજાદખાન સલામખાન ને હત્યા કરવા માટે તૈયાર કરી બંને કિલરને મોડાસા મોકલી આશા હોસ્પિટલ અને ર્ડો.અશોક ઈસરાની રેકી કરી પરત જતા રહ્યા હતા
 કોન્ટ્રાક કિલર યશવંત મદનલાલ અહીરવાલ અને શેહજાદખાન સલામખાન બંને ગુરુવારે સાંજે નંબર પ્લેટ વગરની બાઇક લઈને મોડાસા પહોંચી રાત્રિના સુમારે બસ સ્ટેન્ડ નજીક ડોક્ટર હાઉસ વિસ્તારમાં શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા પેટ્રોલીંગ કરતી મોડાસા ટાઉન પોલીસ ની નજરે પડતાં બંનેને અટકાવી બાઇકના પુરાવા માંગતા યોગ્ય જવાબ નહીં આપતા અને એક હત્યારા પાસેથી ચપ્પુ મળી આવતા પોલીસ બંને કોન્ટ્રાક કિલરને લઈને પોલીસ સ્ટેશન પહોંચી આગવી ઢબે પૂછપરછ કરતા બંને હત્યારાએ ર્ડો.અશોક ઈસરાની સોપારી લઇ હત્યા કરવાની ફિરાકમાં હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસ સતર્કતાથી તબીબની હત્યાનો બનાવ અટકતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો.
 મોડાસા ટાઉન પોલીસે સમગ્ર ઘટના અંગે ર્ડો.અશોક ઈસરાનીને જાણ કરતા તેમના સગા-સબંધી સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોચ્યા હતા અને ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી મોડાસા ટાઉન પોલીસે ર્ડો.અશોક ઈસરાની ફરિયાદના આધારે હત્યાની સોપારી આપનાર સાઢુ કમલ ચાંદનકુમાર હોતિાણી (રહે,મદસોર,મધ્યપ્રદેશ) હત્યાની સોપારી લેનાર રોહિત ગણપતલાલ રોહિત (રહે,બોરાખેડી-મધ્યપ્રદેશ) કોન્ટ્રાક કિલર યશવંત મદનલાલ અહીરવાલ (રહે,બોરાખેડી-મધ્યપ્રદેશ) અને શેહજાદખાન સલામખાન (રહે,મહારાષ્ટ્ર) સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!